Not Set/ અમદાવાદ/ 50 એસઆરપી જવાન કોરોના પોઝિટીવ, 479 પોલીસ કર્મચારી હોમ ક્વૉરન્ટાઈન

અમદાવાદ શહેર ને કોરોના વાયરસે બરાબરનું પોતાના ભરડામાં લીધુ છે. સામાન્ય જનતાની સાથે સાથે હવે કોરોના સામે લદ્તફર્ન્ત્લાઇન વોરીયર્સ માં પણ કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. ખડે પગે લોકોની ફરજ બજાવતા પોલીસ જવાનો ડોક્ટર્સ અને જનતા સુધી કોરોના ની માહિતી પહોચાડતા પત્રકારો, સરકારી અધિકારીઓમાં હવે કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાની મહામારી હાહાકાર મચાવી […]

Ahmedabad Gujarat
b0b082237957786b1d992c23a5f8a876 અમદાવાદ/ 50 એસઆરપી જવાન કોરોના પોઝિટીવ, 479 પોલીસ કર્મચારી હોમ ક્વૉરન્ટાઈન
b0b082237957786b1d992c23a5f8a876 અમદાવાદ/ 50 એસઆરપી જવાન કોરોના પોઝિટીવ, 479 પોલીસ કર્મચારી હોમ ક્વૉરન્ટાઈન

અમદાવાદ શહેર ને કોરોના વાયરસે બરાબરનું પોતાના ભરડામાં લીધુ છે. સામાન્ય જનતાની સાથે સાથે હવે કોરોના સામે લદ્તફર્ન્ત્લાઇન વોરીયર્સ માં પણ કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. ખડે પગે લોકોની ફરજ બજાવતા પોલીસ જવાનો ડોક્ટર્સ અને જનતા સુધી કોરોના ની માહિતી પહોચાડતા પત્રકારો, સરકારી અધિકારીઓમાં હવે કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે.

અમદાવાદમાં કોરોનાની મહામારી હાહાકાર મચાવી રહી છે, તેમાંયે ખાસ કરીને કોરોના વાઇરસ ફેલાય નહીં તે માટે લોકડાઉનના તથા કલમ 144 હેઠળ કાયદો અને વ્યવસ્થા સાચવવાની કામગીરી કરતા પોલીસ જવાનો એક પછી એક કોરાનામાં સપડાઈ રહ્યા છે.

અમદાવાદમાં કુલ 50 SRPના જવાનોમાં કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે. અગાઉ 17 જવાનોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ આજે વધુ 33 જવાનોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અમદાવાદમાં કોરોના વાયરસના કારણે સ્થિતી કાબૂ બહાર જતાં ગોધરાથી બંદોબસ્તમાં આવેલા જવાનો કોરોનામાં સપડાયા છે. કુલ 50 એસઆરપી જવાનો કોરોનાગ્રસ્ત થતાં બીજા 59 જવાનોને ક્વોરન્ટાઈન કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ બંદોબસ્તમાં કુલ 109 જવાનો ફરજ પર હતા, એટલે કે, અડધો અડધો જવાનો કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

કોરોનાની મહામારીમાં અમદાવાદમાં અગાઉ પોલીસ અધિકારી તથા કર્મચારી મળી કુલ 92 જણાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે તેમની સાથે ફરજ બજાવતા કુલ 479 પોલીસ કર્મચારીઓને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે, 13 પોઝિટીવ પોલીસ કર્મચારીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

હાલમાં અમદાવાદ શહેરમાં મહિલા ક્રાઇમબ્રાંચ એસીપી મીની જેસેફ, ખાડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટ અને દાણીલીમડાના પોલીસ ઇન્સ્પેકટર હેમંતકુમાર ચાવડા તેમજ એસઆરપીના 17 જવાનો સહિત કુલ 92 પોલીસ કર્મચારીઓનો કોરાનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામ સારવાર હેઠળ છે.

જો કે 13 પોઝિટિવ પોલીસ કર્મચારીઓની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે, તેમને ફરજ પર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. દાણીલીમડા પોલીસ સ્ટેસનના પીઆઈ અને તેમના પત્ની તથા દિકરીને પોઝિટીવ રિપોર્ટ આવતાં પુરો પરિવાર એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે પીઆઈ સાથે ફરજ બજાવતા ઓપરેટર અને તેમના ડ્રાઈવરને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશન તથા ગાયકવાડ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને એસઆરપીના 60 જવાનો તેમજ ટ્રાફિક શાખા તથા કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખોખરા સહિત પોલીસ સ્ટેશનના કુલ 479 પોલીસ કર્મચારીને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.