surat crime news/ સુરતમાં પોલીસ સ્ટેશનમાં કાપડના વેપારીનું રહસ્ય મોત, PM રીપોર્ટમાં થયો ખુલાસો

રતના પોલીસ સ્ટેશનમાં જ કાપડ વેપારી નું રહસ્યમય રીતે મોત થયું હતું. સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં અચાનક જ એક યુવક ઢળી પડ્યો હતો.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 18T130316.715 1 સુરતમાં પોલીસ સ્ટેશનમાં કાપડના વેપારીનું રહસ્ય મોત, PM રીપોર્ટમાં થયો ખુલાસો

સુરતના પોલીસ સ્ટેશનમાં જ કાપડ વેપારી નું રહસ્યમય રીતે મોત થયું હતું. સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં અચાનક જ એક યુવક ઢળી પડ્યો હતો. પોલીસે યુવાનને હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ યુવક પર પર છેડતી નો આરોપ હતો. પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ કાપડનો વેપારી કોઈની છેડતી કરતો હતો ત્યારે તે સ્થળ પર એકઠા થયેલા ટોળાએ યુવાનને માર માર્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ જેવી આ વેપારીને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ ત્યારે અચાનક વેપારી ઢળી પડ્યો હતો.

શું છે સમગ્ર ઘટના

સમગ્ર ઘટના ની વાત કરીએ તો સુરત ના વેસુ વિસ્તાર માં આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સ માં એક યુવતી ની છેડતી બાબતે હોબાળો થયો હતો..અને કાપડ વેપારી સાગર સુનિલ નેવટિયા સામે છેડતી નો આરોપ હતો..જે મામલે એકઠા થયેલા ટોળા એ સાગર નેવટિયા ને મૂંઢમાર માર્યો હતો..ત્યારબાદ તેમાંથી કોઈએ પોલીસ ને જાણ કરતા પોલીસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી..અને ત્યારબાદ યુવક ને લઈ પોલીસ મથકે પહોંચી હતી..જોકે તે દરમિયાન આ યુવક એકાએક ઢળી પડ્યો હતો.

પોલીસે તાત્કાલિક 108 ની મદદથી સાગર ને હોસ્પિટલમાં ખસેડયો હતો.જ્યાં ફરજ પરના તબીબે યુવાન ને મૃત જાહેર કર્યો હતો..યુવક નું રહસ્યમય રીતે મોત થતા વેસુ પોલીસ પણ શંકા ના ઘેરા મા હતી..જે મામલે પોલીસે સાગર સુનિલ નેવટિયા ની લાશ ને પેનલ પી એમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી..સમગ્ર પંચનામું પણ મામલતદાર ની હાજરી માં કરવામાં આવ્યું હતું..પેનલ પી એમ નો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ હરકત માં આવી હતી..પેનલ પી એમ માં સામે આવ્યું હતું કે સાગર ને માથા ના ભાગે બોથડ ચીજ મારતા તેનું મોત થયું હતું .જેથી પોલીસે શરૂઆત માં જે કોલરે કોલ કર્યો હતો તેની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ ટોળા માંથી માર મારનાર તમામને એક બાદ એક બોલાવ્યા અને તમામના નિવેદન લીધા હતા. જોકે તેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે ટોળા દ્વારા કાપડ વેપારી સાગર સુનિલ નેવટિયા ને મૂંઢ માર મરાયો હતો..જેથી તેનું મોત થયું હતું.

પોલીસે 9 આરોપીની કરી અટકાયત

પોલીસ સ્ટેશનમાં કાપડના વેપારી ઢળી પડતા પોલીસે તાત્કાલિક જ 108 ની મદદથી યુવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.. આ મામલે પોલીસે મૃતક નું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેને માથામાં ઇજાના કારણે મોત થયાનું સામે આવ્યું. રીપોર્ટ મુજબ વેપારીને માથામાં બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો. માથામાં બોથડ પદાર્થના કારણે ગંભીર ઇજા પામતા વેપારી યુવકનું મોત થયુ હોવાનું સામે આવ્યું હતું. આથી આ મામલે પોલીસે યુવકને માર મારનાર 9 લોકોની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે માર મારનાર 9 જેટલા લોકો ની પોલીસે હત્યાના ગુના માં ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ

આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: gujarat univercity/ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં વધુ ત્રણ ઝડપાયા