Sabarmati Express Train/ રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત

રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને 18 માર્ચ (સોમવારે) ના રોજ અકસ્માત નડ્યો હતો. વરિષ્ઠ અધિકારીઓ સહિત બચાવ ટીમો ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ.

Top Stories Gujarat India Breaking News
Beginners guide to 42 રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત

રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને 18 માર્ચ (સોમવારે) ના રોજ અકસ્માત નડ્યો હતો. અજમેરમાં ગુજરાતથી ઉત્તરપ્રદેશ જતી સાબરમતી-આગ્રા એક્સપ્રેસ ટ્રેન સાથે માલગાડીની ટક્કર થતા ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. મોડી રાત્રે થયેલા અકસ્માતની માહિતી મળતા ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

ટ્રેનને નડ્યો અકસ્માત

સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12548)ના ચાર ડબ્બા સવારે લગભગ 1 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ સુપરફાસ્ટ ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે થયો હતો. અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં મોટાભાગના લોકો સૂતા હતા. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. મુસાફરોએ જણાવ્યું કે જોરદાર અવાજ સાથે કોચ પાટા પરથી ઉતરી ગયા.

મુસાફરો ઘાયલ

મોડી રાત્રે દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.સદનસીબે અકસ્માતમાં કોઈના મોત થયાના અહેવાલ નથી. કેટલાક મુસાફરોને થોડી ઈજા થઈ હોવાનું કહેવાય છે. ઘાયલોને અજમેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેનની દુર્ઘટનાગ્રસ્ત બોગીને પાટા પરથી હટાવવાની કામગીરી ચાલી રહી છે.

બચાવ કામગીરી ચાલુ

ઉત્તર-પશ્ચિમ રેલવેના સીપીઆરઓ શશિ કિરણે જણાવ્યું હતું કે, સાબરમતીથી આગ્રા જતી વખતે અજમેરના મદાર ખાતે સિગ્નલ નજીક ટ્રેન (12548) પાટા પરથી ઉતરી ગઈ હતી. સાબરમતી એક્સપ્રેસ અકસ્માતની માહિતી મળતા રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) અને વરિષ્ઠ અધિકારીઓ સહિત બચાવ ટીમો ઘટનાસ્થળે છે. પાટા પરથી ઉતરેલા કોચ અને એન્જિનને પાટા પર લાવવાના પ્રયાસો ચાલુ છે. ઘટના બાદનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પાટા પરથી ઉતરેલી બોગીની તપાસ કરવામાં આવી રહી છે. અથડામણને કારણે રેલવેના કેટલાક થાંભલા પણ ટ્રેનની ઉપર પડી ગયા છે, જેને ગેસ કટરની મદદથી કાપવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. જોકે, કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓને સારવાર આપવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો:Electoral Bonds Data/TMC અને JDUએ કરોડોના ડોનેશનથી હાથ ખંખેર્યા, કહ્યું- ખબર નથી કોણ આપી ગયું ઈલેક્ટોરલ બોન્ડ