Not Set/ વાંકાનેરમાં ચોરી કરનાર માસ્ટરમાઇન્ડ સહિત 5 પકડાયા, અન્ય ગુન્હાનો ભેદ ઉકેલાવાની શકયતા

મોરબી, મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલા રણજીત વિલાસ પેલેસમાંથી ચાર મહિના અગાઉ રૂપિયા 34 લાખની કિંમતના મુદામાલની ચોરી થઇ હતી.જેની એલસીબીએ બાતમીના આધારે નાસિક ગયા હતા. જયાંથી રવિ વિઠ્ઠલ ધોળકિયા, અશોક લાલા વાંણકીયા, કિશન ગણેશ પટેલીયા અને અજય વિઠ્ઠલ ધોળકીયા ચારેય દેવીપૂજક ની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમણે વાંકાનેર રાજવી પેલેસ અને ત્રણ વર્ષ પહેલા ધ્રાંગધ્રા […]

Top Stories Gujarat Others
mantavya 130 વાંકાનેરમાં ચોરી કરનાર માસ્ટરમાઇન્ડ સહિત 5 પકડાયા, અન્ય ગુન્હાનો ભેદ ઉકેલાવાની શકયતા

મોરબી,

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલા રણજીત વિલાસ પેલેસમાંથી ચાર મહિના અગાઉ રૂપિયા 34 લાખની કિંમતના મુદામાલની ચોરી થઇ હતી.જેની એલસીબીએ બાતમીના આધારે નાસિક ગયા હતા.

જયાંથી રવિ વિઠ્ઠલ ધોળકિયા, અશોક લાલા વાંણકીયા, કિશન ગણેશ પટેલીયા અને અજય વિઠ્ઠલ ધોળકીયા ચારેય દેવીપૂજક ની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમણે વાંકાનેર રાજવી પેલેસ અને ત્રણ વર્ષ પહેલા ધ્રાંગધ્રા પેલેસમાં ચોરી કરી હોવાનું કબૂલી આ ગુન્હાના માસ્ટરમાઈન્ડ રવિ ધોળકીયા હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે વાત કરીએ તો વાંકાનેર રાજવીના રણજીત પેલેસમાં ચોરી થયાનો ગુનો નોંધાયા પછી મોરબી જિલ્લાના એસ.પી. કરનરાજ વાઘેલાની સૂચના અનુસાર આ ગુનાની તપાસ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસ અને તેની તેમની ટીમ કરી રહી હતી. જે દરમિયાન તેમની ટીમના રજનીકાંત કૈલા અને નંદલાલ વરમોરાને મળેલી બાતમી મુજબ એલસીબીની ટીમ નાસિક પહોંચી હતી.

ત્યાંથી રવિ વિઠ્ઠલ ધોળકિયા, અશોક લાલા વાંણકીયા, કિશન ગણેશ પટેલીયા અને અજય વિઠ્ઠલ ધોળકીયા ચારેય દેવીપૂજકની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમણે વાંકાનેર રાજવી પેલેસ અને ત્રણ વર્ષ પહેલા ધ્રાંગધ્રા પેલેસમાં ચોરી કરી હોવાનું આ ગુન્હાના માસ્ટરમાઈન્ડ રવિ ધોળકીયાએ કબુલ્યું હતું.

mantavya 131 વાંકાનેરમાં ચોરી કરનાર માસ્ટરમાઇન્ડ સહિત 5 પકડાયા, અન્ય ગુન્હાનો ભેદ ઉકેલાવાની શકયતા

આ માલ દિલ્લી ચાંદની ચોકમાં વહેંચી નાખ્યા અંગેની કબૂલાત આપતા એલસીબીની એક ટીમ દિલ્હી ખાતે પહોંચી હતી અને ચાંદની ચોકમાંથી ચોરીનો માલ ખરીદનાર ખીમાબેન શ્રવણભાઈ અને તેનો દીકરો સુનિલ શ્રવણભાઈ દેવીપૂજકની અટકાયત કરીને તેમની પાસેથી વેચેલો માલ કબજે કરી આરોપીઓને મોરબી લાવી તેની વધુ તપાસ હાથ ધરી છે.