Not Set/ ભાજપના નેતાઓના ધમકીના સુર,મત આપો નહિ તો….

  હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને 8 દિવસ જ બાકી છે ત્યારે  ભાજપના એક પછી એક નેતાઓના ધમકીના સુર સામે આવી રહ્યા છે.અગાઉ વાઘોડિયાના ધારાસભ્ય  મધુશ્રીવાસ્તવે મતદારોને આપેલી ધમકી પછી હવે  કુંવરજી બાવળિયાએ મતદારો સાથે ધમકીનાં સૂરમાં વાત કરી હતી તેના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે . રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં […]

Top Stories Gujarat Others Trending
hanhha 4 ભાજપના નેતાઓના ધમકીના સુર,મત આપો નહિ તો....

 

હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને 8 દિવસ જ બાકી છે ત્યારે  ભાજપના એક પછી એક નેતાઓના ધમકીના સુર સામે આવી રહ્યા છે.અગાઉ વાઘોડિયાના ધારાસભ્ય  મધુશ્રીવાસ્તવે મતદારોને આપેલી ધમકી પછી હવે  કુંવરજી બાવળિયાએ મતદારો સાથે ધમકીનાં સૂરમાં વાત કરી હતી તેના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે .

રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામની મહિલાઓએ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા.ગામની મહિલાઓ પોતાની પાણીની સમસ્યાની ફરિયાદ કરતી હતી ત્યારે કુંવરજી એવું કહી રહ્યા હતા કે તમે મત ના આપ્યો એટલે વિકાસ ના થયો.

કુંવરજી બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હોત તો વિકાસ થાત.પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.

આ સિવાય મોહન કુંડારીયાનો એક ઓડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યને ધમકાવી રહ્યાં છે.

રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમા મોહન કુંડારિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડિયાને ધમકાવી રહ્યાં છે કે જો તેમને 70 ટકા ઉપર મત નહીં મળે તે તો તેઓ મંડળી બંધ કરાવી દેશે. જોકે, મંતવ્ય આ ઓડિયોની પુષ્ટી નથી કરતું.

વાયરલ ઓડિયોમાં મોહન કુંડારિયાએ કહ્યું, ‘નાનુ ભાઈ આ વખતે મને ચૂંટણીમાં કોઠારિયાના 70-75 મત જોઈએ, ત્યારે નાનુ ડોડિયા કહે છે કે હવે એ તો જોવું પડે. ત્યારે મોહન કુંડારિયા કહે છે તમે દર ચૂંટણીમાં તમે મારી ખાંડો છો. આ બધા રોડ તમારા કારણે થયા છે. બાકી જો તમે મારી સાથે આ ચૂંટણીમાં રહેવાના હોય તો જ બાકી આ મંડળી જતી રહેશે. ત્યારે નાનુ ડોડિયા કહે છે કે સાહબે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, તમે ડાટી મારોમાં મારૂ ગામ છે અને તમે આવી રીતે ડાટી મારોમાં વ્યવસ્થિત વાત કરો.

આમ જેમ જેમ લોકસભાની ચૂંટણીની મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના નેતાઓના સુર બદલાઈ રહ્યા છે.