અજબ પ્રેમ કી ગજબ કહાની/ ડીએલએફ દીવાના બના દેઃ માલિક કેપી સિંહને 91 વર્ષની ઉંમરે થયો પ્રેમ

IPLના સ્પોન્સર તરીકે DLF કંપની હતી ત્યારે તેની ટેગલાઇન હતી ડીએલએફ દીવાના બના દે. ત્યારે કલ્પના ન હતી કે આ ટેગલાઇન તે કંપનીના માલિકને પણ લાગુ પડશે.

Top Stories India
DLF KP Singh ડીએલએફ દીવાના બના દેઃ માલિક કેપી સિંહને 91 વર્ષની ઉંમરે થયો પ્રેમ

IPLના સ્પોન્સર તરીકે DLF કંપની હતી ત્યારે તેની ટેગલાઇન હતી ડીએલએફ દીવાના બના દે. ત્યારે કલ્પના ન હતી કે આ ટેગલાઇન તે કંપનીના માલિકને પણ લાગુ પડશે. ડીએલએફના માલિક અને  અબજપતિ રિયલ એસ્ટેટ બિઝનેસમેન કુશલ પાલ સિંહે (Kushalpal Singh) 2018માં પોતાની પત્નીને કેન્સરના કારણે ગુમાવ્યા હતા. એક વખત ફરી તેમને પોતાની લાઈફમાં એક લવ પાર્ટનર મળી ગઈ છે. એક ઈન્ટરવ્યૂમાં કેપી સિંહે પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. પોતાની દિવંગત પત્નીની સાથે તેમનું બેન્ડ અને પોતાની નવી લવ સ્ટોરીને (Love story) લઈને તેમણે ઘણા વાતો શેર કરી છે.

મિત્ર સમાન હતી પત્ની 
કેપી સિંહે (KPSingh) જણાવ્યું કે તેમની પત્ની તેમના માટે મિત્ર સમાન Love story હતી. જ્યારે તેમનું કેન્સરમાં નિધન થયું તો તેમને એકલું રહેવાનું સ્વીકારી લીધુ હતું. તેમણે કહ્યું કે 65 વર્ષ બાદ તમે એક સાથીને ગુમાવી દો તો તમે ઉદાસ થઈ જાવ છો. તમે પહેલા જેવા નથી રહેતા. કોઈ ખાસનું જવું હંમેશા અઘરૂ લાગે છે અને તમને અંદરથી ખાલી કરી દે છે.

પત્નીએ કહી હતી આ વાત 
બિઝનેસ ટાઈકુને કહ્યું, “પત્નીએ મને લાઈફમાં હાર ન માનવા Love story માટે કહ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે મારી પાસે આગળ વધવા માટે એક લાઈફ છે. તેણે મને વચન આપવા માટે કહ્યું હતું કે હું લાઈફ જીવવાનું નહીં છઓડુ. મારી પત્નીએ કહ્યું હતું કે આ લાઈફ ક્યારેય પાછી નહીં આવે. આ શબ્દો હંમેશા મારી સાથે રહ્યા.” તેમણે કહ્યું કે તેમણે પત્નીની સલાહ પર એક વખત ફરી પ્રેમ મેળવી લીધો. કદાચ કોઈ ભલે કહે કે મૃત્યુના છેડા પર ઉભેલા કેપી સિંહે કોઈ યુવતીનું જીવન બગાડ્યુ. કેટલાય માને છે કે આ બધુ રૂપિયાનો કમાલ છે. જો આ જ 91 વર્ષના કેપી સિંહ નાણા વગરના હોત તો આ જ યુવતીએ તેમની ધોલાઈ કરી નાખી હોત તથા કદાચ તે બદનામ થઈ ગયા હોત અને જેલમાં પણ સબડતા હોત.

દુનિયામાં ઘણા મિત્રો 
કેપી સિંહે જણાવ્યું કે તેમની નવી પાર્ટનરનું નામ શીના છે. તેમના Love story દુનિયાભરમાં ઘણા મિત્રો છે અને તે ખૂબ જ એનર્જેટિક છે. તે દરેક પ્રકારની પરિસ્થિતિમાં પોતાને તૈયાર રાખે છે. તેમણે જણાવ્યું કે તે શીનાની સાથે દર જગ્યાએ જાય છે. જ્યારે પણ લાઈફમાં કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી આવે છે તો તે હંમેશા સાથ આપે છે. હવે તે મારી લાઈફનો મુખ્ય ભાગ બની ચૂકી છે.

આ પણ વાંચોઃ Gautam Adani/ અદાણીની લાંબી છલાંગ, હવે અમીરોની યાદીમાં આ નંબર પર પહોંચ્યા

આ પણ વાંચોઃ Khokhara Bridge Scam/ ખોખરા બ્રિજ કૌભાંડઃ વિપક્ષનો પહેલી વખત ખોખલો નહી પણ મક્કમ વિરોધ

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે આવતા ધો.1 માં અભ્યાસ કરતા માસૂમનું મોત