Gandhinagar News/ સૌરાષ્ટ્રના સુનિશ્ચિત મનાતા આ મંત્રીઓનું કેબિનેટમાં પડશે વજન

ગુજરાતમાં મંત્રીમંડળમાં થનારા વિસ્તરણમાં સૌરાષ્ટ્રને વધારે મહત્વ મળે તેમમાનવામાં આવે છે. આ સંજોગોમાં આવા કેટલાક જાણીતા નામ સુનિશ્ચિત થઈ શકે છે તેની વિગત અહીં આપવામાં આવી છે. 

Top Stories Gandhinagar Gujarat

ગુજરાતમાં મંત્રીમંડળમાં થનારા વિસ્તરણમાં સૌરાષ્ટ્રને વધારે મહત્વ મળે તેમમાનવામાં આવે છે. આ સંજોગોમાં આવા કેટલાક જાણીતા નામ સુનિશ્ચિત થઈ શકે છે તેની વિગત અહીં આપવામાં આવી છે.

વિરોધના વંટોળ વચ્ચે કૌશિક વેકરિયાની લોકપ્રિયતા યથાવત્ 

અમરેલીના વર્તમાન ધારાસભ્ય કૌશિક વેકરીયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. જે અગાઉ દેવરાજીયા ગામના સરપંચ હતા. ત્યારબાદ માર્કેટીંગ યાર્ડ ડિરેકટર, તાલુકા ભાજપ સંગઠનમાં હોદેદાર, જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે હોદેદાર અને છેલ્લે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ કામગીરી કર્યા બાદ હાઇકમાન્ડ પ્રભાવિત થતા 2022માં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે જંગી લીડથી વિજય થયો હતો.

કોંગ્રેસને કારમી હાર આપતાં કોશિક વેકરીયાને વિધાનસભામાં નાયબ દંડકની જવાદારી પણ સોંપવામાં આવી હતી. જે બાદ સિનિયર નેતાઓમાં ખેંચતાણ થતાં 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઇ હતી. જે બાદ લેટર કાંડથી લઇને તમામ વિવાદમાં કૌશિક વેકરિયાનું નામ આવવા છતાં તેમણે લોકપ્રિયતા જાળવી રાખી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

અક્ષરધામ હુમલામાં આતંકવાદીઓ સામે રિવોલ્વર લઈ ધસી જનારા એકમાત્ર MLA હીરા સોલંકી

રાજુલા-જાફરાબાદ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકી 5 ટર્મથી ચૂંટાઇ આવે છે. જે કોળી સમાજમાંથી આવે છે અને આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. આ ઉપરાંત તેઓ મંત્રી પરષોત્તમ સોલંકીન સગા નાના ભાઈ છે. અગાઉ સંચદીય સચિવ તરીકે સરકારમાં જવાબદારી બજાવી ચુક્યા છે. કોળી સમાજમાં સારું એવુ પ્રભુત્વ છે. ગાંધીનગરમાં અક્ષરધામમાં આતંકવાદી ઘૂસ્યા ત્યારે ગુજરાતના એક માત્ર ધારાસભ્ય હીરા સોલંકી રીવોલ્વર સાથે અક્ષરધામમા આતંકી હુમલાનો સામનો કરવા ઘૂસ્યા હતા અને લોહીથી લથબથતી લાશો બહાર કાઢી હતી. આ ઉપરાંત દરિયામાં કે નદીઓમાં કોઇ લોકો તણાયા ત્યારે તેમણે જીવની પરવા કર્યા વગર ધુબકા મારેલા છે. જિલ્લામાં સિનિયર નેતાઓમાં હિરા સોલંકીનું નામ આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા બાદ બાબરકોટનો બાજરો મોકલતા હોવાથી નરેન્દ્ર મોદી જાહેરમંચ પરથી પણ બોલી ચુક્યા છે, જેથી હિરા સોલંકીને પણ એક મજબૂત ચહેરો માનવામાં આવે છે.

છોટે સરદાર વિઠ્ઠલ રાદડિયાના પુત્ર, બનશે બડે સરદાર જયેશ રાદડિયા !

20મી ડિસેમ્બર, 1981માં જામકંડોરણામાં જન્મેલા જયેશ રાદડિયાએ સિવિલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. નેતાના પુત્રના રાજનીતિમાં આવવાનાં લક્ષણો યુવાવયે જ દેખાતા હતા. કૉલેજકાળમાં તેઓ એબીવીપી સાથે જોડાયા.

પાંચમાં ધોરણથી તેમની સાથે ભણનારા તેમના મિત્ર પુરુષોત્તમ સાવલિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, “જ્યારે તેઓ 2000-01માં એમ.એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.” તેમનાં લગ્ન મિતલબહેન સાથે થયાં. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી ક્રિષા હાલ અમદાવાદમાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરે છે. પુત્ર મહિક હાલ 9માં ધોરણમાં ભણે છે.

પહેલાં તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ ન મળ્યું તેનો વસવસો તો હતો જ સાથે તેમણે આ વખતે પોરબંદર બેઠક માટે ભાજપ પાસે લોકસભાની ટિકિટ માગી હતી. પણ ભાજપે પોરબંદરમાંથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને લડાવવાનું મન બનાવ્યું. જેને કારણે તેમની નારાજગી બેવડાઈ.

રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા બીબીસીના લાઇવ કાર્યક્રમમાં કહે છે, “પોરબંદરથી ભાજપે મનસુખ માડંવિયાને ટિકિટ આપી. હવે જો ભાજપે મનસુખ માંડવિયાને જિતાડવા હોય તો જયેશ રાદડિયાને સાથે લીધો જ છૂટકો હતો. જયેશ રાદડિયા પણ પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા માટેના દાવેદાર હતા પણ તેમને ટિકિટ નહોતી મળી તેથી તેઓ નારાજ ચાલતા હતા. આમ ભલે સી. આર. પાટીલે ઇફ્કોની ડિરેક્ટરપદ માટેની ચૂંટણી માટેનો મૅન્ડેટ બિપિન પટેલને આપ્યો હોય, પરંતુ જયેશ રાદડિયાને પણ ભાજપના આશીર્વાદ હતા.”

જગદીશભાઈ વધુમાં જણાવે છે, “જ્યારે જયેશ રાદડિયાએ ઇફ્કોની ચૂંટણી માટેનું ફૉર્મ ભર્યું ત્યારે અમિત શાહની જામકંડોરણા ખાતે સભા હતી. તે વખતે અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે પણ ગયા હતા. આમ એક તરફ અમિત શાહના અંગત માણસને મૅન્ડેટ આપીને તેને પણ રાજી કર્યા અને સાથે જયેશ રાદડિયાની જીત પાછળ પણ તેમના આશીર્વાદ હતા.”

જામકંડોરણામાં તાલુકા સહકારી સંઘમાં તેઓ ડિરેક્ટર છે. સરદાર પટેલ સેવા સહકારી મંડળીમાં પણ તેઓ ડિરેક્ટર છે. ઉપરાંત રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ ડેરીમાં પણ તેઓ ડિરેક્ટર છે. વિજય રૂપાણીની સરકાર ગઈ. મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને આખેઆખું મંત્રીમંડળ પણ નવું આવ્યું. જેમાં જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું.

અર્જુન મોઢવાડિયા, ફક્ત નામથી જ નહીં કામથી પણ અર્જુન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અને પોરબંદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી, 1975ના રોજ પોરબંદરના મોઢવાડા ગામમાં થયો હતો. તેઓ એક ભાઈ અને બે બહેનો સાથે એક સામાન્ય ખેડૂત પરિવારમાં ઉછર્યા હતા. નાનપણથી જ અર્જુનભાઈએ નમ્રતા અને લોકો પ્રત્યે આદર કેળવ્યો હતો. ખેડૂત પુત્ર તરીકે, અર્જુનભાઈ સખત મહેનતનું મહત્વ સમજતા હતા, તેથી તેમણે અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના પિતાને ખેતીમાં મદદ કરી. પાયાના સ્તરે કામ કરવાનો આ અનુભવ તેમને આજે પણ જમીન સાથે જોડાયેલા રાખે છે. તેમના શિક્ષણ અને શરૂઆતની કારકિર્દીની વિગતો અહીં છે.

અર્જુન મોઢવાડિયાએ તેમનું પ્રાથમિક શિક્ષણ તેમના ગામ મોઢવાડા ખાતેની સરકારી શાળામાં પૂર્ણ કર્યું. બાદમાં, 1982માં, તેમણે મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 1982થી 2002 દરમિયાન, તેઓ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટમાં ચૂંટાયા હતા. યુનિવર્સિટીમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 1988માં, તેઓ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચૂંટાયા હતા. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, અર્જુન મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં સહાયક ઇજનેર તરીકે કામ કર્યું. આ પદ પરના તેમના ઘણા સાથીદારો હવે મેરીટાઇમ ઇજનેર તરીકે સફળ કારકિર્દી બનાવી રહ્યા છે. જોકે, અર્જુન મોઢવાડિયાનું જીવન લક્ષ્ય જાહેર સેવા હતું. તેથી 1993માં  તેમણે નોકરી છોડી દીધી અને પોતાનું જીવન સંપૂર્ણપણે જાહેર સેવામાં સમર્પિત કર્યું.

રીવાબા જાડેજા

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ( લગ્ન પૂર્વે સોલંકી) જન્મ 2 નવેમ્બર 1990એક ભારતીય રાજકારણી છે.  તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે . તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ચૂંટાયા હતા. રિવાસિંહ હરદેવસિંહ સોલંકીનો જન્મ 2 નવેમ્બર 1990 ના રોજ ગુજરાતના રાજકોટમાં હરદેવસિંહ સોલંકી અને પ્રફુલ્લબા સોલંકીને ત્યાં થયો હતો.  તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી , અમદાવાદમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. રિવાબાએ મહિલાઓને મદદ કરવા અને મહિલા સશક્તિકરણ માટે શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામનો NGO શરૂ કર્યો છે. 2016માં તેણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા . તેમને ‘નિધ્યાના જાડેજા’ નામની પુત્રી છે. ગુજરાતમાં વિધાનસભ્ય તરીકે તેમનું કામકાજ સંતોષજનક રહ્યું છે. આમ છતાં તેમનો પ્રભાવ જોતાં તેમને કેબિનેટમાં સ્થાન અપાય તેવી પ્રબળ સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: andhinagar News/રાજ્યમાં વર્ષ ૨૦૦૦-૦૧માં જાહેર દેવું GSDPના ૨૩.૮૬ % હતું, જે ઉત્તરોત્તર ઘટીને વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજ મુજબ ૧૫.૩૪ % થયું

આ પણ વાંચો:  Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ

આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી