Not Set/ જામનગરના યુવકનું અમેરિકામાં કાર અકસ્માતમાં થયું મોત

જામનગરમાં રહેતા આહીર પરિવારના અમેરિકામાં નોકરી કરતા એક યુવાન પુત્રનું ન્યુજર્સી ખાતે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયુ છે. આ માઠા સમાચારને લઈને જામનગર રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભારતમાં અભ્યાસ કરી તાજેતરમાં અમેરિકાના ન્યુજર્શી ખાતે યુવાન સ્થાઈ થયો હોવાની વિગતો જાણવા મળી છે. ગયા મહીને જુનાગઢના એક આહીર પરિવારના યુવાન પુત્રનું અમેરિકામાં કોરોનાથી મૃત્યુ […]

Gujarat Others
f039607507ad788d1c2b71c246a6dc9a જામનગરના યુવકનું અમેરિકામાં કાર અકસ્માતમાં થયું મોત

જામનગરમાં રહેતા આહીર પરિવારના અમેરિકામાં નોકરી કરતા એક યુવાન પુત્રનું ન્યુજર્સી ખાતે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયુ છે. આ માઠા સમાચારને લઈને જામનગર રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભારતમાં અભ્યાસ કરી તાજેતરમાં અમેરિકાના ન્યુજર્શી ખાતે યુવાન સ્થાઈ થયો હોવાની વિગતો જાણવા મળી છે.

ગયા મહીને જુનાગઢના એક આહીર પરિવારના યુવાન પુત્રનું અમેરિકામાં કોરોનાથી મૃત્યુ થયુ હતું. આ  સમાચારે સમગ્ર રાજય સહીત આહીર સમાજમાં શોક ઉભો કર્યો હતો. આ શોક હજુ સમયો નથી ત્યાં જામનગરના એક આહીર પરિવાર પર અમેરિકાથી વધુ એક દુખદ સમાચાર આવ્યા છે. જામનગરમાં આસોપાલવ સોસાયટીમાં રહેતા મૂળ આંબરડીના ડાંગર પરિવારનો યુવાન પુત્ર વિરમ અમેરિકાના ન્યુજર્સી ખાતે નોકરી અર્થે સ્થાઈ થયો હતો.

લોકડાઉન પૂર્વે અમેરિકા ગયેલ વિરમ ગઈકાલે પોતાના મિત્ર સાથે ન્યુજર્સીના અન્ય મિત્રોના ઘરે જતો હતો, ત્યારે તેઓની કારને અન્ય કારે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. વિરમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની જામનગર પરિવારને જાણ થતા પરિવાર સહિત આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પરિવારના સદસ્યોના જણાવ્યા અનુસાર બનાવ અમેરિકાના સમય મુજબ ગઈકાલે સવારે આ બનાવ બન્યો છે જેની મોડી રાત્રે જાણ થઇ હતી. જો કે મૃતક યુવાનની અંતિમ વિધી ન્યુજર્શીમાં કરવાનું હાલ નક્કી કરાયું છે. મૃતક યુવાનની અમેરિકામાં રહેતા એક આહીર પરિવારમાં જ સગપણની વાતચીત ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.બે ભાઈ પૈકીના નાના ભાઈના મૃત્યુના પગલે પરીવાર સહિત સમાજમાં શોક છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.