Not Set/ વડોદરામાં પિતાએ જ દીકરીની લૂંટી ઇજ્જત, ગર્ભવતી બનાવી ઘરમાંથી કાઢી મૂકી

વડોદરામાં પિતાએ લોહીના સબંધો લજવ્યા છે. માતાના અવસાન બાદ પિતા સાથે રહેતી પુત્રી પિતાની કામવાસનાનો ભોગ બની છે.

Gujarat Vadodara
દુષ્કર્મ
  • વડોદરામાં પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ
  • માતાના અવસાન બાદ પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ
  • 17 વર્ષિય પુત્રી પર અનેકવાર આચર્યું દુષ્કર્મ
  • નરાધમ પિતાએ દીકરીને ગર્ભવતી બનાવી

વડોદરામાં પિતા પુત્રીના સબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. વડોદરામાં માતાના અવસાન બાદ નરાધમ પિતાએ 17 વર્ષિય કિશોરી પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીને 5 મહિનાનો ગર્ભ રહી જતા પિતાએ તેને ઘરેથી કાઢી મુકી હતી. કિશોરીની માસીએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :સુરતમાંથી વાલીઓ માટે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો, કેરટેકરે બાળક સાથે આચરી ક્રૂરતા

આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરામાં પિતાએ લોહીના સબંધો લજવ્યા છે. માતાના અવસાન બાદ પિતા સાથે રહેતી પુત્રી પિતાની કામવાસનાનો ભોગ બની છે. સગા નરાધમ બાપે 17 વર્ષિય દીકરી પર વારંવાર દુસ્કર્મ આચર્યું હતું અને દીકરીને ગર્ભવતી બનાવી હતી. દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતા નરાધમ બાપે દીકરીને ઘરેથી કાઢી મુકી હતી. આ સમગ્ર ઘટના અંગે સગીરાએ માસીના ઘરે જઇ આપવીતી સંભળાવી હતી.

પીડિતાએ કરેલી ફરિયાદ મુજબ, એક વર્ષ પહેલાં તેની માતાનું મૃત્યુ થયુ હતુ. એ પછી પીડિત સગીરા તેની માસીના ઘરે રહેવા માટે ગઈ હતી. થોડા સમય પછી તેના પિતા તેને લેવા માટે આવ્યા હતા અને પીડિતાને પોતાની સાથે લઈ ગયા હતા. પ્રૌઢ પિતા વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સગીરાનો ભાઈ કોઈ કામકાજથી બહાર ગયો હતો. એ રાત્રિએ પિતાએ તકનો લાભ ઉઠાવ્યો અને પોતાની સગી સગીર પુત્રીનું ગળુ દબાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં નરાધમ પિતાએ પોતાની પુત્રીને ધમકી આપી કે, જો આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાખશે.

5 મહિનાનો ગર્ભ રહી જતા પિતાએ ઘરેથી કાઢી મુકી

 17 વર્ષીય સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી જતાં બાપ તેને છોડીને ભાગી જતાં દીકરી તેની 2 ફોઈ પાસે ગઈ હતી. જોકે તે ગર્ભવતી હોવાની વાત જાણી ફોઈઓએ તેને રાખવાની સાફ ના પાડી દીધી હતી.

કિશોરીની માસીએ નોંધાવી પોલીસ ફરિયાદ

બીજી બાજુ તેના પિતા પણ ભાડાનું મકાન ખાલી કરીને જતા રહ્યા હતા. પિતાએ સગીર દીકરીને પોતાની માસીના ઘરે જતુ રહેવાનું કહી તરછોડી દીધી હતી. આખરે સગીરા તેની માસીના ઘરે ગઈ હતી અને સઘળી આપવીતી સંભળાવી હતી. માસી સગીરાને લઈને પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે નરાધમ પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 14 IAS અધિકારીઓની બદલીના આદેશ,જાણો સમગ્ર વિગત,પોલીસ અધિકારીઓની પણ બદલી

આ પણ વાંચો :કોરોનાથી મૃત્યુ પામેલા પારસીઓના મૃતદેહો માટે સુપ્રીમ કોર્ટે બદલાયેલી પ્રક્રિયાને આપી મંજૂરી

આ પણ વાંચો :LRDની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરીક્ષા 

આ પણ વાંચો : વહીવટીતંત્ર સ્મશાનગૃહોના વિકાસ માટે બન્યું ગંભીર, ખર્ચશે આટલા કરોડ