Not Set/ સુરેન્દ્રનગરમાં ૩૦ ગાયો, કચ્છમાં 8 ભેંસો અને પાટણમાં 18 બકરીઓનાં મોત, કેમ થઈ રહ્યા છે પશુઓના મોત?

ગુજરાત, પાટણના સિદ્ધપુર ગામે ઝેરી ઘાસચારો ખાતાં 18 બકરીઓનાં મોત નીપજ્યાં. ગામની પશુપાલક બકરીઓ લઇને ઘાસચારો ચરાવવા ગયેલા ત્યારે કોઇ ઝેરી ખોરાક કે જંતુનાશક દવા જેવો ખોરાક ખાઇ જતા બકરીઓના ટપોટપ મોત થવા લાગ્યા હતા. 18 બકરીઓ મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે 10 બકરીઓનો પતો મળ્યો નથી. એક જ કલાકમાં 18 બકરીના મોત નીપજ્યા. […]

Top Stories Gujarat Others
mantavya 138 સુરેન્દ્રનગરમાં ૩૦ ગાયો, કચ્છમાં 8 ભેંસો અને પાટણમાં 18 બકરીઓનાં મોત, કેમ થઈ રહ્યા છે પશુઓના મોત?

ગુજરાત,

પાટણના સિદ્ધપુર ગામે ઝેરી ઘાસચારો ખાતાં 18 બકરીઓનાં મોત નીપજ્યાં. ગામની પશુપાલક બકરીઓ લઇને ઘાસચારો ચરાવવા ગયેલા ત્યારે કોઇ ઝેરી ખોરાક કે જંતુનાશક દવા જેવો ખોરાક ખાઇ જતા બકરીઓના ટપોટપ મોત થવા લાગ્યા હતા.

18 બકરીઓ મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે 10 બકરીઓનો પતો મળ્યો નથી. એક જ કલાકમાં 18 બકરીના મોત નીપજ્યા. બાકીના 10 બકરીનો કોઇ પતો મળ્યો ન હતો.

દહેગામઃ ઝેરી ખોરાક ખાવાથી 30 ગાયોના મોત, માલધારી સમાજ પર આભ તૂટ્યું

ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ ખેતરમા કોઇ જંતુનાશક દવાનો છંટકાવ ખેતર માલિક દ્વારા કરાયો હોય તેવો આક્ષેપ ગામના જ આગેવાને કર્યો છે. જેને લઇને બકરીઓના મોત નીપજ્યા છે.

પશુપાલક અને ગામના સરપંચ દ્વારા સમગ્ર ઘટના બાબતે સિદ્ધપુરના વહીવટી તંત્રને જાણ કરી છે. જોકે બકરીના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલાઇ છે. આ મામલે પોલીસે તપાસ ધરી છે.

સુરેન્દ્રનગરમાં 30 ગાયના મોત

ફરી એક વાર સુરેન્દ્રનગરમાં ગાયોના મોતના કારણે પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું છે, સુરેન્દ્રનગરના મોતલખતરના કારેલા ગામમાં એક સાથે 30 ગાયના મોત થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.

એક સાથે 30 ગાયના મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પશુ આરોગ્ય વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો તપાસ હાથ ધરી હતી.

ડોક્ટરોએ ગાયના મોત પાછળનું કારણ જાણવાની કોશિસ કરતા માલુમ થયું કે, ગાયો ચરાવવા નીકળેલો ગોવાળ વગડામાં ગાયો ચરાવતો હતો તે સમયે ગાયોએ કેતરમાંથી અરંડાના પાન ખાઈ જતા ગાયના મોત થયા છે.

કચ્છમાં 8 ભેંસોના મોત

કચ્છ જીલ્લાના મુન્દ્રાના કાંડાગરા ગામમાં પણ 8 ભેંસોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, મુન્દ્રાના કાંડાગરા ગામે મકાઈનો ચારો ખાધા બાદ ચારાની ઝેરી અસરથી 8 ભેંસના મોત નિપજ્યા છે.

સાબરકાંઠામાં 16 ગાયોના મોત

તો બીજીબાજુ સાબરકાંઠામાં 2 દિવસ પહેલા રતનપુર ગામે ગૌમાતાના મોત થતાં પશુપાલકોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. ગૌમાતા ખોરાકમાં ઝેરી વસ્તું આવી જતાં મોત નિપજ્યા હતા. મુજબ પશુપાલક ગાયોને ચરાવવા માટે લઇ ગયો હતો.

સાબરકાંઠા: ખોરાકમાં ઝેરી તત્વ આવતાં ૧૬થી વધુ ગાયોના મોત,પશુપાલકોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો

આ દરમિયાન ખોરાકમાં ઝેરી તત્વ આવી જતાં 16 ગાયોના મોત નિપજ્યા હતા. રતનપુર ગામમાં રબારી સમજના પરિવાર પોતાના ગાયોના ધણને લઇને ચારવા માટે ગયા હતા.