Not Set/ ઉત્તર પ્રદેશ : હાથરસમાં કાર રસ્તા પર પલટી જતા ચાર લોકો આગમાં જીવતા હોમાયા

ઉત્તર પ્રદેશમાં કાર અકસ્માતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાથરસ નજીક શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકો આગમાં ભસ્મીભૂત થઇ ગયા હતા. કાર કોતવાલી ગામથી પાછી ફરી રહી હતી તે દરમ્યાન આ અકસ્માત થયો છે. ચારેય મૃતક એક જ પરિવારના સભ્યો છે. આ પરિવાર લગ્નના પ્રસંગ પરથી પાછો ફરી રહ્યો હતો […]

India Trending
lkkk ઉત્તર પ્રદેશ : હાથરસમાં કાર રસ્તા પર પલટી જતા ચાર લોકો આગમાં જીવતા હોમાયા

ઉત્તર પ્રદેશમાં કાર અકસ્માતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાથરસ નજીક શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકો આગમાં ભસ્મીભૂત થઇ ગયા હતા.

કાર કોતવાલી ગામથી પાછી ફરી રહી હતી તે દરમ્યાન આ અકસ્માત થયો છે. ચારેય મૃતક એક જ પરિવારના સભ્યો છે.

આ પરિવાર લગ્નના પ્રસંગ પરથી પાછો ફરી રહ્યો હતો તે દરમ્યાન તેમની સ્વીફ્ટ કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી.

કાર ચાલક યોગેશ આ અકસ્માતમાં બચી ગયા પરંતુ તેમની પત્ની અને બાળકો આગમાં ભસ્મીભૂત થઇ ગયા હતા.