Not Set/ VIDEO : ચાલુ ટ્રેનમાં યુવકે પોતાનો જીવ જોખમમાં નાખીને યુવતીનો આ રીતે બચાવ્યો જીવ

મુંબઈ મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક યુવતીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોતા જણાય છે કે એક છોકરી તેના કાનમાં ઈયરફોન ભરાવીને ટ્રેનના દરવાજા પર ઉભી છે. અચાનક આ ટ્રેનની જોડેથી બીજી ટ્રેન નીકળે છે જેના લીધે આ છોકરી પોતાનું સંતુલન ગુમાવી દે છે. #ViralVideo: Unknown […]

Top Stories India Trending Videos
train VIDEO : ચાલુ ટ્રેનમાં યુવકે પોતાનો જીવ જોખમમાં નાખીને યુવતીનો આ રીતે બચાવ્યો જીવ

મુંબઈ

મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક યુવતીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોતા જણાય છે કે એક છોકરી તેના કાનમાં ઈયરફોન ભરાવીને ટ્રેનના દરવાજા પર ઉભી છે.

અચાનક આ ટ્રેનની જોડેથી બીજી ટ્રેન નીકળે છે જેના લીધે આ છોકરી પોતાનું સંતુલન ગુમાવી દે છે.

મુંબઈ મિરરે આ ઘટનાનો વિડીયો શેર કર્યો છે. વિડીયો જોતા જણાશે કે સંતુલન ખોવાના લીધે તે ટ્રેનમાંથી પડી જાય છે પરંતુ તે જ સમયે એક યુવક તેને પકડી લે છે અને નીચે પડવા નથી દેતો.

ચાલુ ટ્રેનમાં આ યુવકે બહાદુરી પૂર્વક સુરક્ષિત રીતે છોકરીને ટ્રેનમાં ખેંચી લે છે. વિડીયો જોતા લાગે છે કે જો આ યુવકે છોકરીને ના બચાવી હોટ તો સામેથી આવતી ટ્રેનના લીધે તેને જીવ ગુમાવી દીધો હોત.