web series/ Mirzapur 2 વેબ સિરીઝને લઇને મિર્ઝાપુરનાં સાંસદે PM મોદીને કરી ફરીયાદ, જાણો શું છે કારણ

પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારોથી સજ્જ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનની રાહનો 22 ઓક્ટોબરની રાત્રે રિલીઝ થવાની સાથે અંત આવ્યો.

Top Stories Entertainment
ipl2020 80 Mirzapur 2 વેબ સિરીઝને લઇને મિર્ઝાપુરનાં સાંસદે PM મોદીને કરી ફરીયાદ, જાણો શું છે કારણ

પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારોથી સજ્જ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનની રાહનો 22 ઓક્ટોબરની રાત્રે રિલીઝ થવાની સાથે અંત આવ્યો. પ્રાઇમ વીડિયો પર મિર્ઝાપુર સીરીઝ આવતાની સાથે જ લોકો તેને જોવા તૂટી પડ્યા. પરંતુ હવે ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝનાં નિર્માતાઓને મુશ્કેલીઓ આવી શકે છે. જણાવી દઇએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મિર્ઝાપુરનાં સાંસદ અનુપ્રિયા પટેલે મિર્ઝાપુર વેબ સિરીઝનાં કંટેટનો વિરોધ કર્યો છે.

આજે છે દશેરા, જાણો આજનાં દિવસમાં રાવણની અમુક ચોંકાવી દેતી વાતો વિશે

મિર્ઝાપુરનાં સાંસદ અનુપ્રિયા પટેલે જિલ્લાને બદનામ કરતી સિરીઝ ગણાવતા દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથને ટ્વીટ કરીને કાર્યવાહીની માંગ કરી છે. અનુપ્રિયાએ કહ્યું કે, સિરીઝ દ્વારા આ વિસ્તારને હિંસક તરીકે બદનામ કરવામાં આવી રહ્યો છે. જાતીય માનસિકતા પણ ફેલાવવામાં આવી રહી છે. અનુપ્રિયાએ જણાવ્યું હતું કે, મિર્ઝાપુરનાં સાંસદ તરીકે અમે આ સિરીઝની તપાસ અને તેના પર કાર્યવાહીની માંગણી કરીએ છીએ.

બનાસકાંઠામાં એક ખેડૂત દંપત્તિ સાથે લોન આપવાનાં બહાને કરાઇ લાખોની છેતરપિંડી

અનુપ્રિયા પટેલે શનિવારે બે ટ્વીટ કર્યા હતા. એક ટવીટમાં તેમણે લખ્યું છે કે, ‘એક તરફ મિર્ઝાપુર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મદદથી સતત વિકાસશીલ છે પરંતુ મિર્ઝાપુર વેબ સિરીઝ દ્વારા આપણા જિલ્લાને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે. જાતીય માનસિકતાની દિવાલ પણ બનાવવામાં આવી રહી છે. ટ્વિટ દ્વારા તેમણે માંગ કરી છે કે આ સિરીઝની તપાસ કરવામાં આવે અને તેના પર કાર્યવાહી કરવામાં આવે.

આજથી ગિરનાર રોપ-વે જનતા માટે મુકાશે ખુલ્લો, માત્ર 8 મિનિટમાં…

ઉલ્લેખનીય છે કે, મિર્ઝાપુર-2 ગુરુવાર 22 ઓક્ટોબરની રાત્રે રિલીઝ કરવામાં આવી છે અને મિર્ઝાપુર-1 ની જેમ તેમાં પણ આપવામાં આવતો કંટેટ પણ કથિતરૂપે મિર્ઝાપુરનો ઇતિહાસ નથી રહ્યો. જોકે, મિર્ઝાપુર-2 રિલીઝ થાય તે પહેલા જ કેટલાક સામાજિક કાર્યકરોએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ સિરીઝ મિર્ઝાપુરને બદનામ કરી રહી છે.