India-Bangladesh Test series/ ભારતની બીજી ઇનિંગઃ ગિલ અને પૂજારાના શતક, બાંગ્લાદેશને મળ્યો 513નો લક્ષ્યાંક

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત આજે રમાઈ રહી છે. ભારતના પ્રથમ દાવના 404 રનના જવાબમાં બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

Top Stories India Sports
Pujara Gill ભારતની બીજી ઇનિંગઃ ગિલ અને પૂજારાના શતક, બાંગ્લાદેશને મળ્યો 513નો લક્ષ્યાંક

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત આજે રમાઈ રહી છે. ભારતના પ્રથમ દાવના 404 રનના જવાબમાં બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. સિરાજને ત્રણ વિકેટ મળી હતી. ભારતે પ્રથમ દાવના આધારે 254 રનની લીડ મેળવી હતી. ત્રીજા હાફ સુધીમાં ભારતે બીજી ઇનિંગમાં 61.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 258 રન પર ઇનિંગ ડિકલેર કરી હતી. ભારતે કુલ 512 રનની લીડ મેળવી હતી. હવે બાંગ્લાદેશને જીતવા માટે 513 રન બનાવવા પડશે. હજુ બે દિવસની રમત બાકી છે.

ત્રીજા દિવસની રમતમાં ભારતે બાંગ્લાદેશ પર મજબૂત પકડ બનાવી લીધી છે. બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ થયા બાદ કેએલ રાહુલ અને શુભમન ગિલે સ્થિર શરૂઆત આપી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ હતી. જોકે, રાહુલ 23 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ શુભમન ગિલે સદી પૂરી કરી હતી. શુભમન ગિલે આઉટ થતા પહેલા 152 બોલમાં 110 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 51 ઈનિંગ્સ બાદ સદી પૂરી કરી હતી. પૂજારાએ સદી પૂરી કરતાં જ ભારતે દાવ ડિકલેર કરી દીધો હતો. ભારતે કુલ 512 રનની લીડ મેળવી હતી તથા બાંગ્લાદેશને 513 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

આ પહેલા બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 8 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. મેહદી હસન મિરાજ અને ઇબાદત હુસૈન ક્રિઝ પર હાજર હતા. ત્રીજા દિવસની રમત શરૂ થતાં જ કુલદીપ યાદવે બાંગ્લાદેશને 9મો ઝટકો આપ્યો હતો. શાનદાર બોલિંગ કરીને ઇબાદતને ત્રીજા દિવસે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.આ પછી અક્ષર પટેલે મેહદી હસનને આઉટ કરીને બાંગ્લાદેશનો પ્રથમ દાવ 55.5 ઓવરમાં 150 રનમાં સમેટી લીધો હતો.