Not Set/ કચ્છ/ જખૌની દરિયાઈ સીમામાંથી  પાક.બોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા

જખૌની દરિયાઈ સીમામાંથી  પાકિસ્તાની બોટમાંથી ઝડપાયું મોટી માત્રામાં ડ્રગ્સ પાકિસ્તાની શંકાસ્પદ બોટ સાથે પાંચ પાક ડ્રગ્સ માફિયા પણ ઝડપાયા. બોટ માં 35 જેટલા ડ્રગ્સ ના પેકેટ મળ્યા. ગુજરાત ATS,કોસ્ટગાર્ડ,SOG ની સંયુક્ત કામગીરી. પાક બોટ અને પાક ડ્રગ્સ માફિયા ને ઝડપી પાડવા માં મોટી સફળતા પાક ડ્રગ્સ માફિયાઓને જખૌ લાવવા માં આવ્યા કચ્છના જખૌની દરિયાઈ સીમામાંથી […]

Top Stories
kutch કચ્છ/ જખૌની દરિયાઈ સીમામાંથી  પાક.બોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા

જખૌની દરિયાઈ સીમામાંથી  પાકિસ્તાની બોટમાંથી ઝડપાયું મોટી માત્રામાં ડ્રગ્સ

પાકિસ્તાની શંકાસ્પદ બોટ સાથે પાંચ પાક ડ્રગ્સ માફિયા પણ ઝડપાયા.

બોટ માં 35 જેટલા ડ્રગ્સ ના પેકેટ મળ્યા.

ગુજરાત ATS,કોસ્ટગાર્ડ,SOG ની સંયુક્ત કામગીરી.

પાક બોટ અને પાક ડ્રગ્સ માફિયા ને ઝડપી પાડવા માં મોટી સફળતા

પાક ડ્રગ્સ માફિયાઓને જખૌ લાવવા માં આવ્યા

કચ્છના જખૌની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પાકિસ્તાની બોટમાંથી 175 કરોડનું ડ્રગ્સ સહિત પાંચ પાક ડ્રગ્સ માફિયા પણ ઝડપાયા છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, રાજ્યમાં ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે, જેને આધારે બે દિવસથી જખૌમાં ઓપરેશન ચાલી રહ્યું હતુ.

એટીએસે દરિયામાં જ ઓપરેશન કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે.  સ્થાનિક પોલીસ, કોસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં સામે આવ્યું છે કે આ કૌભાંડમાં સ્થાનિક લોકોની પણ સંડોવણી છે, જેની ઉંડી તપાસ થઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ડ્રગ્સ લઇને આવતા 5 લોકો કરાંચીનાં છે. આ લોકો 35 જેટલા ડ્રગ્સનાં પેકેટ લઇને આવી રહ્યાં હતાં. તેઓ પશનીથી (ઇરાની સીમા) ડ્રગ્સનું કન્સાઇન્ટમેન્ટ લીધુ હતુ અને તેને ગુજરાતમાં ડિલીવર કરવાનું હતું.

હાલમાં પાંચ પાકિસ્તાની શખ્સોની વધુ પૂછપરછ  ચાલી રહીછે.  જેમાં જાણવા મળશે કે અહી ડિલિવરી કોને આપવાની હતી. નોંધનિય છે કે જખૌના દરિયામાંથી અગાઉ પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, અને દરિયા કિનારાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ પણ મળી આવ્યાં હતા. પાકિસ્તાનમાં બેઠેલા માફિયાઓ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.