Not Set/ દિલ્લી અગ્નિકાંડ : બાવનાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૧૭ લોકોના મોત, PM અને CMએ વ્યક્ત કરી સંવેદના

દિન પ્રતિદિન આગ દેશભરમાં આગ લાગવાની ઘટનાઓમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. મુંબઇના રેસ્ટોરન્ટમાં લાગેલી અગ્નિકાંડની શાહી ભુસાઈ નથી ત્યારે રાજધાની દિલ્લીમાં આગ લાગવાની વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. રાજધાની દિલ્લીમાં આવેલા બવાના ઔદ્યોગીક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગમાં ૧૭ લોકોના મોત નિપજ્યા છે. જયારે બે લોકો ગંભીરરૂપથી ઘાયલ થયા છે. આ […]

Top Stories
bawana 1 012118090846 દિલ્લી અગ્નિકાંડ : બાવનાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૧૭ લોકોના મોત, PM અને CMએ વ્યક્ત કરી સંવેદના

દિન પ્રતિદિન આગ દેશભરમાં આગ લાગવાની ઘટનાઓમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. મુંબઇના રેસ્ટોરન્ટમાં લાગેલી અગ્નિકાંડની શાહી ભુસાઈ નથી ત્યારે રાજધાની દિલ્લીમાં આગ લાગવાની વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. રાજધાની દિલ્લીમાં આવેલા બવાના ઔદ્યોગીક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગમાં ૧૭ લોકોના મોત નિપજ્યા છે. જયારે બે લોકો ગંભીરરૂપથી ઘાયલ થયા છે. આ ૧૭ મૃતકોમાં ૯ મહિલાઓનો સમાવેશ થાય છે. જો કે પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું હતું કે, ફટકડા ફેક્ટરીને ફાયર બ્રિગેડ દ્વારા એનઓસી પ્રાપ્ત કરવામાં આવ્યું નથી.

bawana 012118095647 દિલ્લી અગ્નિકાંડ : બાવનાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૧૭ લોકોના મોત, PM અને CMએ વ્યક્ત કરી સંવેદના

ભયાનક આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડની ૧૨ ગાડીઓને લગાવવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા ફેક્ટરી માલિકની ધરપકડ કરવામાં કરી છે. તો સાથે જ કેજરીવાલ સરકારે આગની ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.

ફાયર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, દીલીના બવાના ઔદ્યોગીક વિસ્તારમાં ફટાકડા, પ્લાસ્ટિક અને કાર્પેટ ફેકટ્રીમાં આગ લાગી હતી. જેમાં એક ફેકટ્રીમાં સૌથી વધુ લોકોના મોત નિપજ્યા છે.

આ ભયાનક ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. કેજરીવાલ સરકારે મૃતકના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને એક લાખ આપવાની જાહેરાત કરી છે.

bawana 2 012118090846 દિલ્લી અગ્નિકાંડ : બાવનાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૧૭ લોકોના મોત, PM અને CMએ વ્યક્ત કરી સંવેદના

બીજી બાજુ આગ લાગવાના સ્થળે પહોંચેલા સીએમ અરવિંદ કેજરીવાલે લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ કેજરીવાલ હાય હાયના નારા લગાવ્યા. જયારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ એમ્સના ટ્રોમા સેન્ટર પર એલર્ટ જાહેર કર્યુ હતું.