Not Set/ અફઘાનિસ્તાન : રાજધાની કાબુલમાં થયેલા આતંકી હુમલમાં ૧૫નાં મોત, ત્રણ આતંકીઓ ઠાર

ગૃહયુદ્ધની આગની ઝપેટમાં આવી ગયેલા અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓની ઘટનાઓમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે રાજધાની કાબુલથી વધુ એક આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. કાબુલના બાગ-એ-બાલા વિસ્તારમાં આવેલી જાણીતી ઈન્ટરેકોન્ટિનેટલ હોટલ પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. સુત્રો દ્વાર પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો સવારે ૪ વાગ્યે થયો હતો. આ આતંકી […]

Top Stories
અફઘાનિસ્તાન : રાજધાની કાબુલમાં થયેલા આતંકી હુમલમાં ૧૫નાં મોત, ત્રણ આતંકીઓ ઠાર

ગૃહયુદ્ધની આગની ઝપેટમાં આવી ગયેલા અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓની ઘટનાઓમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે રાજધાની કાબુલથી વધુ એક આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. કાબુલના બાગ-એ-બાલા વિસ્તારમાં આવેલી જાણીતી ઈન્ટરેકોન્ટિનેટલ હોટલ પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો.

સુત્રો દ્વાર પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો સવારે ૪ વાગ્યે થયો હતો. આ આતંકી હુમલોમાં ૧૫ લોકોના મોત થયા છે જયારે જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ત્રણ હુમલાખોરોને ઠાર માર્યા છે. આ ઘટનાની જાણ થતા સુરક્ષાદળો અને ક્રાઈસીસ રિસ્પોન્સ યુનિટએ આખી હોટલને કોર્ડન કરી. તેમજ મોરચો સંભાળ્યો. રાતભર હોટલમાં હુમલાખોર અને સુરક્ષાદળ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. જ્યારે એક હુમલાખોરની શોધખોળ ચાલુ છે. હુમલાખોરોએ હોટલના  સ્ટાફ અને લોકોને બંધી બનાવી લીધા છે. હુમલાખોર હોટલમાં રહેલા મહેમાનોને ટાર્ગેટ કરી રહ્યા હતા.

એક ખાનગી ન્યૂઝ વેબસાઇટના જણાવ્યા મુજબ, આતંકીઓ ગોળીબાર કરતા કરતા હોટલામાં ધૂસ્યા હતા અને આંતકીઓ પાસે ઓટોમેટીક ગન અને હથિયારો છે. જયારે સુરક્ષાકર્મીઓ ફાયરિંગ સાથે સાથે મહેમાનોને સુરક્ષિત જગ્યાએ લઇ જવાની કામગીરી કરી રહ્યા છે.