Not Set/ સિરિયલ બ્લાસ્ટનો આરોપી જલીસ અંસારી મુંબઈથી ગાયબ, પેરોલ પર હતો બહાર

દેશભરમાં 50 થી વધુ સિરિયલ બ્લાસ્ટના આરોપી ડો.જાલીસ અંસારી મુંબઇથી ગુમ થઇ ગયો છે. ગુરુવારે અહેવાલ મળતાની સાથે જ મહારાષ્ટ્ર એટીએસ, મુંબઇ ક્રાઈમ બ્રાંચ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ કરી દેવાયા છે. જામીન પર છૂટ્યા બાદ અંસારી ગત મહિને અજમેર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. તે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલ હતો. […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi સિરિયલ બ્લાસ્ટનો આરોપી જલીસ અંસારી મુંબઈથી ગાયબ, પેરોલ પર હતો બહાર

દેશભરમાં 50 થી વધુ સિરિયલ બ્લાસ્ટના આરોપી ડો.જાલીસ અંસારી મુંબઇથી ગુમ થઇ ગયો છે. ગુરુવારે અહેવાલ મળતાની સાથે જ મહારાષ્ટ્ર એટીએસ, મુંબઇ ક્રાઈમ બ્રાંચ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ કરી દેવાયા છે. જામીન પર છૂટ્યા બાદ અંસારી ગત મહિને અજમેર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. તે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલ હતો. અંસારીના ગુમ થયાની ફરિયાદ મુંબઇના અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

શુક્રવારે આતંકવાદી ડો.જાલીસ અંસારીની પેરોલ અવધિ પૂરી થવા આવી રહી છે અને તેને અજમેર જેલમાં પહોંચાડવાનો છે, પરંતુ તે પહેલા તે ગુરુવારે સવારે 5 વાગ્યાથી ગુમ હતો. હવે સવાલ એ છે કે શું સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આતંકી આરોપી જાલીસ અંસારી હવે શુક્રવારે અજમેર જેલમાં પરત જઇ શકશે. તે અજમેર જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો હતો.

આતંકવાદી જાલીસ અંસારીને અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. 50 સીરીયલ બોમ્બ ધડાકાના આરોપી આતંકવાદી જાલીસ અંસારીના ગાયબ થવા અંગે મુંબઇના અગ્રિપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

એક અધિકારીએ જણાવ્યું કે, પેરોલની અવધી સુધી અંસારીને દરરોજ સવારે સાડા દસથી 12 વાગ્યા વચ્ચે અગ્રીપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગુરુવારે તે નિર્ધારિત સમયે પોલીસ સ્ટેશનો પહોંચ્યો ન હતો. ગાયબ થયા બાદ અત્યાર સુધી સુરક્ષા એજન્સીઓને તેની કોઈ ભાળ મળી નથી.

તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બપોરે અંસારીનો પુત્ર જૈદ અંસારી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પિતા ગુમ થયાની ફરિયાદ આપી હતી. જૈદના કહેવા પ્રમાણે તેમના પિતા સવારે નમાજ પઢ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યાં નથી. જૈદની ફરિયાદ પર પોલીસે જલીસ ગુમ થવાની ફરિયાદ લીધી છે. જે બાદમાં મુંબઈની એટીએસ અને ક્રાઇમ બ્રાંચ તરફથી જલીસને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. જલીસને પકડવા માટે ઠેર ઠેર દરોડાં પાડવામાં આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી અંસારીના કોઈ સગડ મળ્યાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.