Not Set/ સ્પોર્ટ્સ/ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ધોનીનું નામ ગુમ થવા મુદ્દે BCCI નો ખુલાસો

બીસીસીઆઈએ ગુરુવારે ઓક્ટોબર-2019 થી સપ્ટેમ્બર-2020 માટેનાં તેના કેન્દ્રિય કરારની જાહેરાત કરી હતી, જેમાં સૌથી મોટો મુદ્દો મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીનો હતો. તેનાથી આ સવાલ ઉભો થયો કે શું ધોનીનો યુગ હવે પૂરો થઇ ગયો છે? પરંતુ હવે સામે આવ્યું છે કે ધોની માટે ટીમનાં દરવાજા બંધ કરાયા નથી. બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસને કહ્યું કે, કેન્દ્રીય […]

Top Stories Sports
MSDhoni સ્પોર્ટ્સ/ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ધોનીનું નામ ગુમ થવા મુદ્દે BCCI નો ખુલાસો

બીસીસીઆઈએ ગુરુવારે ઓક્ટોબર-2019 થી સપ્ટેમ્બર-2020 માટેનાં તેના કેન્દ્રિય કરારની જાહેરાત કરી હતી, જેમાં સૌથી મોટો મુદ્દો મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીનો હતો. તેનાથી આ સવાલ ઉભો થયો કે શું ધોનીનો યુગ હવે પૂરો થઇ ગયો છે? પરંતુ હવે સામે આવ્યું છે કે ધોની માટે ટીમનાં દરવાજા બંધ કરાયા નથી.

બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસને કહ્યું કે, કેન્દ્રીય કરારનો દેશ માટે રમવાથી કોઈ લેવા દેવા નથી. અધિકારીએ કહ્યું કે, ધોની શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનો દાવો કરી શકે છે. અધિકારીએ કહ્યું, “આ મામલાને સીધો જ સમજો. કરાર મેળવવું એ બાંહેધરી આપતું નથી કે તમે દેશ માટે રમી શકો કે નહીં. નિયમિત ખેલાડીઓને કરાર આપવામાં આવે છે અને પ્રમાણિકપણે, ધોની વનડે વર્લ્ડ કપ-2019 થી રમ્યો નથી, તેથી તેનું નામ કરારમાં નથી.” તેમણે કહ્યું, “જો કોઈ તેને માર્ગ અવરોધ અને પસંદગીકારોનાં સિગ્નલ તરીકે જુએ તો એવું નથી.”

તેમણે કહ્યું, “જો તે ઇચ્છે તો તે હજી પણ સારું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય ટીમમાં પરત ફરી શકે છે અને આમાં ટી-20 વર્લ્ડ કપ શામેલ છે. સાચું કહું તો કેન્દ્રીય કરારનો ધોનીનાં ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી.” તેમણે કહ્યું, “આ પહેલા પણ એવા ખેલાડીઓ રહી ચૂક્યા છે કે જેઓ કેન્દ્રિય કરાર વિના રમ્યા છે અને તમે તે ભવિષ્યમાં પણ જોશો. વસ્તુઓ વિશે અનુમાન લગાવવાથી કઇ થતુ નથી.” બીસીસીઆઈનાં નિવેદન અનુસાર, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની એ પ્લસ કેટેગરીમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ છે. પરંતુ છેલ્લી વખત એ કેટેગરીમાં આવેલા ધોની આ વખતે પોતાની જગ્યા પણ બનાવી ન શક્યો તે સમજવુ તેના ફેન માટે હજુ પણ મુશ્કેલ છે.

ધોનીની નિવૃત્તિ અંગે અનેક અફવાઓ ફેલાય છે. ટીમનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આઈએએનએસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે ધોનીની આઈપીએલ સુધી રાહ જોવી જોઈએ. રવિ શાસ્ત્રીએ આઈએએનએસને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ધોનીની ટીમમાં વાપસી વિશે જણાવ્યું હતું કે, “તે ક્યારે રમવાનું શરૂ કરે છે અને આઈપીએલમાં તે કેવું રમે છે તેના પર નિર્ભર છે. વિકેટકિપીંગમાં અન્ય ખેલાડીઓ શું કરી રહ્યા છે અને ધોનીની તુલનામાં તેમની ફોર્મ શું છે. આઇપીએલ એક મોટી ટૂર્નામેન્ટ હશે કારણ કે તમારા 15 જેટલા ખેલાડીઓનો નિર્ણય લેવામાં આવશે. “

તેણે કહ્યું હતું કે, “હું એમ કહી શકું છું કે, આઈપીએલ પછી તમારી ટીમ લગભગ નિશ્ચિત થઈ જશે. સાથે હું એમ કહેવા માંગુ છું કે ત્યાં કોણ છે તે અંગે અનુમાન કરવાને બદલે આઈપીએલ સુધી રાહ જુઓ. પછી જ તમે નિર્ણય લેવાની સ્થિતિમાં હશો કે દેશનાં સર્વશ્રેષ્ઠ 17 કોણ છે.” ધોનીનાં ચાહકોને નિશ્ચિંત રાહત થશે જ્યારે તે જાણ કરશે કે બીસીસીઆઈનાં કેન્દ્રીય કરારનો ધોનીનાં ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.