Not Set/ પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંઘ કોરોના પોઝિટીવ

કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક બની રહી છે, ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે અને તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના સામેની લડાઈમાં 5 મહત્વની સલાહ આપી હતી. પીએમ મોદીને લખેલા પત્રમાં ડૉ. […]

Top Stories India
Untitled 235 પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંઘ કોરોના પોઝિટીવ

કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક બની રહી છે, ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે અને તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના સામેની લડાઈમાં 5 મહત્વની સલાહ આપી હતી. પીએમ મોદીને લખેલા પત્રમાં ડૉ. મનમોહન સિંહે કહ્યું હતુ કે, સરકારે એ સાર્વજનિક કરવું જોઇએ કે તેમના કઈ વેક્સિન નિર્માતા કંપનીને આગામી 6 મહિના માટે કેટલા વેક્સિનના ડોઝના ઑર્ડર આપવામાં આવ્યા છે

મનમોહન સિંહે એ પણ સલાહ આપી હતી કે સરકારે એ પણ જાહેર કરવું જોઇએ કે કોરોનાની આ વેક્સિનના ડોઝ કઈ રીતે પારદર્શી રીતે રાજ્યોને વિતરિત કરવામાં આવશે. મનમોહન સિંહે કહ્યું હતુ કે, આપણે કેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું એ તરફ જોવાના બદલે કેટલા ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું તેના પર ધ્યાન આપવું જોઇએ. તેમણે કહ્યું કે, સરકારે રાજ્યોને ફ્રન્ટ લાઇન વર્કસની શ્રેણી નક્કી કરવાની છૂટ આપવી જોઇએ જેનાથી જરૂરી સેવાઓમાં લાગેલા એ ફ્રન્ટલાઇન વર્કર્સને પણ રસી લાગી શકે જે 45 વર્ષથી ઓછી ઉંમરના હોય અને જેમને રાજ્ય સરકારોએ ફ્રન્ટ લાઇન શ્રેણીમાં રાખ્યા હોય.