Pawar-Answer/ પવારનો વળતો જવાબઃ અજિત પવાર સાથે આઠને અયોગ્ય ઠેરવવા ચૂંટણીપંચ સમક્ષ અરજી

મહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરી છે.

Top Stories India
NCP Ajit Pawar 1 પવારનો વળતો જવાબઃ અજિત પવાર સાથે આઠને અયોગ્ય ઠેરવવા ચૂંટણીપંચ સમક્ષ અરજી

મહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે તેમની Pawar-Answer પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરી છે. રવિવારે મોડી રાત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા પાટીલે કહ્યું કે અયોગ્ય જાહેર કરવાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલી દેવામાં આવી છે.

જયંત પાટીલે કહ્યું કે ચૂંટણી પંચને પણ એક ઈ-મેલ મોકલવામાં Pawar-Answer આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે NCPની લગામ હાલમાં પાર્ટીના વડા શરદ પવાર પાસે જ છે. પાટીલે કહ્યું કે એનસીપીના આ ધારાસભ્યોને ગદ્દાર ન કહી શકાય નહીં કારણ કે તેમનો વિશ્વાસઘાત હજુ સાબિત થવાનો બાકી છે.

‘ઘણા લોકો અમારા સંપર્કમાં’

NCP પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ઘણા લોકો અમારા સંપર્કમાં છે. અમે સ્પીકર Pawar-Answer સમક્ષ અજિત પવાર અને અન્ય 8 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા માટેની અરજી કરી છે અને જલદી જ તેની હાર્ડકોપી મોકલીશું. કુલ 9 નેતાઓ સામે આ અરજી દાખલ કરાઇ છે. આ નેતાઓએ કોઈને કહ્યું નથી કે તેઓ પાર્ટી છોડી રહ્યા છે, જે એનસીપી વિરુદ્ધ છે. અમે ભારતના ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે. અમને વિશ્વાસ છે કે મોટાભાગના ધારાસભ્યો NCPમાં પાછા આવશે અને અમે તેમને ફરીથી પ્રવેશ આપીશું.

અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

આ પહેલા એનસીપી નેતા અજિત પવારે રવિવારે મહારાષ્ટ્રના Pawar-Answer નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે પાર્ટીના અન્ય આઠ ધારાસભ્યો પણ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ સરકારમાં જોડાયા હતા. અજિત પવારે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને તેઓ પક્ષ તરીકે શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્યો મારી સાથે છે. અમે અહીં એક પક્ષ તરીકે આવ્યા છીએ. અમે તમામ વરિષ્ઠોને પણ જાણ કરી છે. લોકશાહીમાં બહુમતીને મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષ જૂની છે અને યુવા નેતૃત્વએ આગળ આવવું જોઈએ. આગામી વિસ્તરણમાં કેટલાક વધુ મંત્રીઓ ઉમેરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ PM Modi-Drone/ પીએમ મોદીના નિવાસ્થાન પર ડ્રોન ઉડતુ હોવાનો ફોન કોલ આવતા હડકંપ

આ પણ વાંચોઃ Weather Update/  IMDએ ચોમાસાને લઈને આપ્યા સારા સમાચાર, કહ્યું- આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન

આ પણ વાંચોઃ Guru Purnima 2023 Gifts/ ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને આપવા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી છે આ Gifts

આ પણ વાંચોઃ Gujarat/ ભાવનગરના જૂની કામરોળ ગામે કાર કોઝવેમાં તણાતા આહીર પરિવારના બે મહિલા સહિત ત્રણનાં મોત

આ પણ વાંચોઃ Manipur/ મણિપુરમાં NH-2 પરથી નાકાબંધી હટાવવામાંં આવી, ઇમ્ફાલમાં સોમવારે કફર્યુમાં છૂટછાટ આપવામાં આવશે