Not Set/ હોસ્પિટલમાં પોલીસ અને અન્ય સ્ટાફની હાજરીમાં ડોક્ટર અને નર્સે એકબીજાને માર્યા થપ્પડ, વીડિયો વાયરલ

દેશમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ભારતમાં દરરોજ કોરોનાનાં નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. કોરોના સંકટનાં આ સમયમાં ડોકટરો અને નર્સો પર પણ ઘણુ દબાણ છે. તેઓ ઘણા દિવસો સુધી પોતાના ઘરે પણ જઈ શકતા નથી.

India
123 141 હોસ્પિટલમાં પોલીસ અને અન્ય સ્ટાફની હાજરીમાં ડોક્ટર અને નર્સે એકબીજાને માર્યા થપ્પડ, વીડિયો વાયરલ

દેશમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ભારતમાં દરરોજ કોરોનાનાં નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. કોરોના સંકટનાં આ સમયમાં ડોકટરો અને નર્સો પર પણ ઘણુ દબાણ છે. તેઓ ઘણા દિવસો સુધી પોતાના ઘરે પણ જઈ શકતા નથી. આ વચ્ચે એક સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમા ડોક્ટર અને નર્સ વચ્ચે ઝપાઝપી થઈ રહી છે. થોડી ચર્ચા પછી, પહેલા નર્સે ડોક્ટરને થપ્પડ માર્યો, જે બાદ જવાબમાં ડોક્ટરે પણ એવું જ કર્યું. મામલો રામપુરની જિલ્લા હોસ્પિટલનો છે.

શુભેચ્છા / PM મોદીએ દેશવાસીઓને હનુમાન જયંતિની પાઠવી શુભેચ્છા, કહ્યું – કોરોના સામેની લડતમાં તેમના આશીર્વાદ મળતા રહે….

આ સંકટનાં સમયે સમગ્ર દેશ કોરોનાવાયરસ સામે લડી રહ્યો છે. કોરોના લોકોને માનસિક રીતે બીમાર પણ બનાવી રહ્યો છે. ઘણા લોકો હવે પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. આવો જ એક વીડિયો ઉત્તર પ્રદેશનાં રામપુરથી સામે આવ્યો છે. રામપુર જિલ્લા હોસ્પિટલમાં કોઈ બાબતે એક ડોક્ટર અને નર્સ એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે. એટલું જ નહીં, આ બંને દરમિયાન એકબીજાને ગાળો પણ બોલી રહ્યા છે. પોલીસ અને હોસ્પિટલનાં કર્મચારીઓ સામે બનેલી આ ઘટનાથી હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ અને હોસ્પિટલ સ્ટાફે બંનેને સમજાવી આ મામલો શાંત પાડ્યો હતો. ડોકટર અને નર્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ / મદ્રાસ હાઇકોર્ટની લાલ આંખ બાદ જાગ્યું ચૂંટણીપંચ, પરિણામ બાદ વિજય સંરઘસ પર લગાવી રોક

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડોક્ટર અને નર્સ વચ્ચે ચર્ચા થઇ રહી છે, પરંતુ અચાનક નર્સ ડોક્ટરને થપ્પડ મારી દે છે, જેના જવાબમાં ડોક્ટર પણ તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ આખી ઘટના સોમવાર રાત્રીની છે. રામપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દર્દીનાં પરિવારે ડોક્ટરને મૃત્યુનું પ્રમાણપત્ર આપવા જણાવ્યું હતું. આરોપ છે કે ડોક્ટરે વોર્ડમાં પોસ્ટ કરવામાં આવેલી નર્સને પહેલા લખીને લાવવાનું કહ્યું. સગાસંબંધીઓ નર્સ પાસે પહોંચતાં નર્સ ભડકી ગઇ હતી. તે ઇમરજન્સીમાં આવી પહોંચી હતી અને તે જ બાબત અંગે ડોક્ટર અને નર્સ બંને વચ્ચે દલીલ થઈ હતી. બંનેએ આ દરમિયાન એકબીજાને ગાળો આપી અને પછી એકબીજાને થપ્પડ માર્યા હતા. આ મામલે ડી.એમ.ને જાણ થતાં તેમણે તપાસનાં આદેશ આપ્યા હતા.

Untitled 44 હોસ્પિટલમાં પોલીસ અને અન્ય સ્ટાફની હાજરીમાં ડોક્ટર અને નર્સે એકબીજાને માર્યા થપ્પડ, વીડિયો વાયરલ