PM Modi-Drone/ પીએમ મોદીના નિવાસ્થાન પર ડ્રોન ઉડતુ હોવાનો ફોન કોલ આવતા હડકંપ

સોમવારે ત્રીજી જુલાઈના રોજ નવી દિલ્હીમાં નો-ફ્લાઈંગ ઝોનમાં વડા પ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાડવા માટે PCR કૉલ કરવામાં આવ્યો હતો.

Top Stories India
PM Modi Drone પીએમ મોદીના નિવાસ્થાન પર ડ્રોન ઉડતુ હોવાનો ફોન કોલ આવતા હડકંપ

સોમવારે ત્રીજી જુલાઈના રોજ PM Modi-Security નવી દિલ્હીમાં નો-ફ્લાઈંગ ઝોનમાં વડા પ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાડવા માટે PCR કૉલ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ હાઉસ પર કંઈક ઉડતું જોઈને એક વ્યક્તિએ સવારે 5 વાગ્યાની આસપાસ કોલ કર્યો, જેના પછી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ થઈ ગઈ. એસપીજીએ તપાસ કરી પરંતુ તપાસમાં એવું કંઈ મળ્યું નહોતું, ત્યારબાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. બાબતે તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પીએમ મોદીની PM Modi-Security  સલામતીના સંદર્ભમાં ચૂક થઈ ચૂકી છે. પીએમ મોદીએ પંજાબનો પ્રવાસ ખેડ્યો ત્યારે તેમની સુરક્ષામાં ઘંબીર ચૂક થઈ હતી. તેના પગલે પંજાબ પોલીસે પણ તપાસ બેસાડવી પડી હતી અને પ્રોટોકોલ મુજબ પગલાં લેવા પડ્યા હતા. જો કે ડ્રોન ઉડાડવાની વાત આવી છે તેને સુરક્ષા એજન્સીઓએ તો નકારી કાઢી છે, પરંતુ હજી પણ તપાસ જારી છે. જો વાસ્તવમાં આવું કંઇક ખરેખર થયું હોય તો નો ફ્લાઇંગ ઝોનમાં ડ્રોન ક્યાંથી આવ્યું તે ચર્ચાનો વિષય કહેવાય.

 

આ પણ વાંચોઃ Guru Purnima 2023 Gifts/ ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને આપવા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી છે આ Gifts

આ પણ વાંચોઃ Gujarat/ ભાવનગરના જૂની કામરોળ ગામે કાર કોઝવેમાં તણાતા આહીર પરિવારના બે મહિલા સહિત ત્રણનાં મોત

આ પણ વાંચોઃ Manipur/ મણિપુરમાં NH-2 પરથી નાકાબંધી હટાવવામાંં આવી, ઇમ્ફાલમાં સોમવારે કફર્યુમાં છૂટછાટ આપવામાં આવશે

આ પણ વાંચોઃ કેબિનેટમાં ફેરબદલ/ મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની અટકળો, પ્રફુલ્લ પટેલને મોટી જવાબદારી મળી શકે છે

આ પણ વાંચોઃ ENG Vs AUS/ એશિઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 43 રને હરાવીને શ્રેણી 2-0થી મેળવી લીડ