Not Set/ એસ.ટી ડેપો પાછળ રસ્તો ખોદતા રહીશોની હાલત કફોડી,ગંદકીને લઈ લોકો ત્રાહિમામ પોકારી લોકોમાં ભારે રોષ ફેલાયો

છોટા ઉદેપુર, છોટા ઉદેપુરના બોડેલી અલીખેરવાના વિસ્તારમાં આવેલ એસ ટી ડેપો પાછળ રસ્તો ખોદી નાખતા રહીસોની હાલત કફોડી બની છે. રસ્તા તેમજ ખુલ્લી ગટરથી થતી ગંદકીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છ મહિના બાદ પણ કામના થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને રોગ ફાટી નીકળવાની રહીશોમાં દહેશત ઊભી થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના અલીખેરવા […]

Top Stories Gujarat Others Videos
mantavya 117 એસ.ટી ડેપો પાછળ રસ્તો ખોદતા રહીશોની હાલત કફોડી,ગંદકીને લઈ લોકો ત્રાહિમામ પોકારી લોકોમાં ભારે રોષ ફેલાયો

છોટા ઉદેપુર,

છોટા ઉદેપુરના બોડેલી અલીખેરવાના વિસ્તારમાં આવેલ એસ ટી ડેપો પાછળ રસ્તો ખોદી નાખતા રહીસોની હાલત કફોડી બની છે. રસ્તા તેમજ ખુલ્લી ગટરથી થતી ગંદકીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છ મહિના બાદ પણ કામના થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને રોગ ફાટી નીકળવાની રહીશોમાં દહેશત ઊભી થઈ છે.

છોટાઉદેપુર જિલ્લાના અલીખેરવા વિસ્તાર માં આવેલ એસ.ટી. ડેપો પાછળ ના વિસ્તાર માં ગ્રામ પંચાયત દ્વારા રસ્તો ખોદી ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું અને અહી પંચાયતની જગ્યા માં રહેતા લોકોના કાચા મકાનો તોડી અને રસ્તો ખોદી આ ગટર લાઇન નાખવામાં આવી છે.

અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નાખી ખોદેલા ખાડાને આદેધડ પૂરી દેવામાં આવ્યા છે જેને લઈ અહીથી અવાર જવર કરતાં લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર મેઇન રોડ ને જોડતા આ રસ્તા પર  અવર જવર કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે,

અહી થી બાઇક પણ મહામુસીબતે પસાર થતી હોય લોકો ની હાલત કફોડી બની છે અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે આ રસ્તા નું કામ ચાલુ કરવામાં આવે અને અહી રહેતા લોકોને ગટરના કનેકસન જોડી આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે