Not Set/ video: મહિલા પોલીસ જોવા મળશે ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં, રોમિયોગિરી કરતા ઇસમો પર સત્તત વોચ રાખશે

રાજકોટ, નવરાત્રીનો તહેવારના ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા રોમિયોગિરી અટકાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગરબાના ગ્રાઉન્ડ પર મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળશે જે રોમિયોગિરી […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 218 video: મહિલા પોલીસ જોવા મળશે ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં, રોમિયોગિરી કરતા ઇસમો પર સત્તત વોચ રાખશે

રાજકોટ,

નવરાત્રીનો તહેવારના ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા રોમિયોગિરી અટકાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગરબાના ગ્રાઉન્ડ પર મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળશે જે રોમિયોગિરી કરતા ઇસમો પર સત્તત વોચ રાખશે.

દેશમાં નવરાત્રીના પર્વની શરૂઆત થનાર છે જેને લઇને રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જેમાં રાજકોટ પોલીસના 2 હજાર જવાનો સાથે 8 એસીપી, 2 ડિસીપી સહિત જેસીપી પણ રાત્રી દરમિયાન ખડેપગે જોવા મળશે. રાજકોટ પોલીસ દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ગરબાના ગ્રાઉન્ડ પર મહિલા કોન્સ્ટેબલ પર અન્ય લોકોની જેમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા રમતા ગ્રાઉન્ડમાં યુવતિઓની પજવણી કરતા કે છેડતી કરતા ઇસમો પર ખાસે વોચ રાખશે. મહત્વનું છે કે રાજકોટ પોલીસ દ્વારા આ પ્રકારના પ્રયોગથી શહેરમાં મહિલાઓને અને યુવતિઓ રાત્રી દરમિયાન વધારે સુરક્ષીત રહેશે.