સુરત/ સેલ્ફી ખેંચતા તાપી નદીમાં પડ્યો કિશોર, પિતાની નજર સામે જ દીકરો ડૂબ્યો

કિશોર બ્રિજની દિવાલ પર ઊભો રહીને સેલ્ફી લેતો હતો તે દરમિયાન લપસીને તાપી નદી માં ખાબક્યો હતો.

Gujarat Surat
તાપી નદી
  • સુરતમાં કિશોર તાપી નદી માં પડ્યો
  • સેલ્ફી લેવા જતા તાપીમાં પડ્યો કિશોર
  • પાળી પર બેસીને સેલ્ફી લેતી સમયે બની ઘટના
  • કોસાડ આવાસમાં રહેતા પિતા-પુત્ર ફરવા આવ્યા
  • 12 વર્ષીય જાકિર શેખ તાપી નદીમાં ડૂબ્યો
  • ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરાઇ
  • રાંદેર પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે
  • 3 કલાકની શોધખોળ બાદ પણ કિશોર ન મળ્યો

આજના યુવાનો સેલ્ફી માટે એટલા બધા ક્રેઝી છે કે તે સેલ્ફી માટે મોતના મુખ સુધી જતા રહે છે. દેશ અને દુનિયામાં જોખમી સેલ્ફી લેવા જતા મોતને ભેટતા હોવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. જેમાં તાપી નદી માં એક કિશોર સેલ્ફી લેવાના ચક્કરમાં તળાવમાં પડતા ડૂબી જવાથી મોતને ભેટ્યો છે.

આ પણ વાંચો :અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર તરીકે લેઉવા પટેલ સમાજના આગેવાન ડો. સુરેશભાઈ પટેલની વરણી

અમરોલી કોસાડ વિસ્તારમાં રહેતા જાકિર શેખ તેના પિતા સાથે મક્કાઈ બ્રિજ પર હતો. તે સમયે જાકિર શેખ ફોટો પાડવા માટે બ્રિજની દિવાલ સાથે ઉભો હતો, તે દરમિયાન એકાએક નદીમાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સત્તાવાર રીતે હજી સુધી તેના પિતા સાથે હતા કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી. એકઠા થયેલા લોકોમાં ચર્ચાતું હતું કે તે ફોટો પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને કારણે જ નદીમાં પડ્યો હતો. પીસીઆર વાનને પણ ઘટનાનો કોલ મળતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો :દિવાળીના તહેવારોમાં શહેરના રસ્તાઓને લઈનેપોલીસ કમિશનર દ્વારા બહાર જાહેરનામું પડાયું

જણાવીએ કે, કિશોર બ્રિજની દિવાલ પર ઊભો રહીને સેલ્ફી લેતો હતો તે દરમિયાન લપસીને તાપી નદી માં ખાબક્યો હતો. પિતાની સામે જ બાળક પોતાની તસવીર ખેચવા જતા નદીમાં ખાબક્યો હતો. ઝાકીર શેખ નામનો 12 વર્ષનો કિશોર નદીમાં ફોટો પાડવા જતા લપસી ગયો હતો. કિશોર નદીમાં પડી જતાં લોકોના ટોળેટોળા મક્કાઈ બ્રિજ પર ઉમટી પડ્યા,ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાક સુધી કિશોરને શોધવા નદીમાં શોધખોળ કરતાં સફળતા ન મળી હતી.

આ પણ વાંચો : મોટાઉભડા ગામનાં લોકો એટીએમ કાર્ડ વડે મિનરલ વોટર ભરે છે

આ પણ વાંચો :સાયલા પંથક માં ખાખીની આડમાં ખનીજ નો કરોડો રૂપિયાનો કાળો કારોબાર ..

આ પણ વાંચો : આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે…