Not Set/ રાજ્યનાં આ વિસ્તારમાં કોરોનાએ ઉચક્યું માથુ, 39 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

દેશનાં ઘણા રાજ્યોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે, જેમા ગુજરાતનો પણ સમાવેશ થયો છે.

Gujarat Others
cricket 10 રાજ્યનાં આ વિસ્તારમાં કોરોનાએ ઉચક્યું માથુ, 39 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

સાબરકાંઠામાં 39 વિદ્યાર્થીઓને કોરાના પોઝિટિવ
સહયોગ કૃષ્ણયજ્ઞ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના
મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં કરાયા ટેસ્ટ
સ્કૂલ છાત્રાલયના 39 વિદ્યાર્થીઓને કોરોના

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ભારતમાં પણ ધીમે-ધીમે કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશનાં ઘણા રાજ્યોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે, જેમા ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં સાબરકાંઠાથી કોરોનાનું તોફાન આવ્યુ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકારણ / અરવલ્લીનાં માલપુરમાં ભાજપનાં મહામંત્રી પર હુમલો, કોંગ્રેસ MLA પર આક્ષેપ

છેલ્લા એક વર્ષથી કોરોનાનાં કારણે શાળા-કોલેજો પૂરૂ રીતે પ્રભાવિત થઇ છે. 2020-21 માં વિદ્યાર્થીઓએ ઘરમાં જ ઓનલાઇન ક્લાસ ભર્યા છે. ત્યારે નવા વર્ષ 2021 માં એવુ લાગી રહ્યુ હતુ કે, કોરોના કાબુમાં આવી જશે અને પહેલાની જેમ શાળાઓ અને કોલેજો ખુલી જશે. પરંતુ આ વિચારથી વિપરીત પરિસ્થિતિ હાલમાં દેખાઇ રહી છે. જી હા, રાજ્યનાં સાબરકાંઠામાં 1, 2 નહી પણ 39 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનુ માલૂમ પડ્યુ છે. જે ખતરાની ઘંટી બરાબર છે. રાજ્યમાં કોરોનાનાં કેસ વધતા ટેસ્ટિંગમાં પણ વધારો કરવામા આવ્યો છે, જે બાદ પરિણામ સ્વરૂપ સાબરકાંઠાનાં શાળા છાત્રાલયનાં 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં હોવાનુ સામે આવ્યુ છે.

કોરોનાનો કહેર / સુરતમાં એક પેટ્રોલપંપનાં 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કોરોનાનાં કેસને કાબુમાં લેવા માટે 31 માર્ચ સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,500 થી વધુ નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે.  જો કે અહી રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થવાનો દર 90 ટકાથી વધુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

https://youtu.be/GxtbXqAJTAY

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ