Not Set/ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ

અત્યાર સુધીમાં ત્રણેય ઝોનમાં કુલ મળીને ૧૫૧થી વધુ ક્યારા બની ચુક્યા છે અને હજુ પણ બાકી રહેલા અન્ય વૃક્ષો માટે ક્યારા બનાવવામાં આવી રહ્યા હોવાનું મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ જણાવ્યું હતું.

Gujarat Trending
beautyfication 2 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ

રાજકોટ શહેરને સુંદર અને રળિયામણું બનાવવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઉછરેલા વ્રુક્ષો ફરતે સુંદર ક્યારા બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે, અત્યાર સુધીમાં ત્રણેય ઝોનમાં કુલ મળીને ૧૫૧થી વધુ ક્યારા બની ચુક્યા છે અને હજુ પણ બાકી રહેલા અન્ય વૃક્ષો માટે ક્યારા બનાવવામાં આવી રહ્યા હોવાનું મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ જણાવ્યું હતું.

beautyfication રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ

મહત્વનો નિર્ણય / 18 વર્ષ સુધીની વયના વિદ્યાર્થીઓની વિનામૂલ્યે આરોગ્ય તપાસ તેમજ ગંભીર રોગ હશે તો સારવાર કરાવશે સરકાર

કમિશનરએ પૂરક માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, શહેરના ત્રણેય ઝોનના મુખ્ય રસ્તા પર વ્રુક્ષો માટે ક્યારા બનાવી તેમાં કપચીથી ભરવામાં આવે છે. આમ કરવાથી ક્યારામાં કચરો નહીં ભરાય અને તેમાં પાણી આસાનીથી જમીનમાં ઉતરી જાય. જો કદાચ કચરો ભરાય તો પણ તે આસાનીથી બહાર કાઢી શકાય છે. ક્યારાને કારણે વ્રુક્ષ અને તેની આસપાસનો એરિયા  ચોખ્ખો અને સુંદર દેખાય છે.

beautyfication 3 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ

ભવ્ય આયોજન / 75 માં સ્વતંત્રતા દિવસે અમેરિકાની સૌથી ઉંચી ઈમારત પર લહેરાશે તિરંગો

શહેરના વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર-૯મા ૧૦ ક્યારા, વોર્ડ નંબર – ૧૦માં ૧૫૧ ક્યારા બનાવવામાં આવી ચુક્યા છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નંબર -૧૬મા ૪ અને અન્ય વોર્ડમાં હવે ક્રમશ: કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર-૨ માં રેસકોર્સ ફરતે અને એરપોર્ટ પાસેના રસ્તા પર હાલ આ કામગીરી ચાલુ છે.

beautyfiacation 4 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ

સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ / PM મોદીએ નવી સ્ક્રેપ નીતિને વેસ્ટ ટુ વેલ્થની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું

કમિશનરએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આ ફ્લાવર બેડ બનાવવા માટે ફૂટપાથ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પથ્થર તેમજ નોનયુઝમાં રહેલ સિમેન્ટ પાઈપલાઈનના વેસ્ટમાંથી તેના કટકાનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આમ વ્રુક્ષો માટે ચોરસ અને ગોળ આકારના સુંદર ફ્લાવર બેડ બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે.

kalmukho str રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ