Ahmedabad/ દિલ્હીમાં રહી આવી રીતે ઓનલાઈન છેતરપીંડીને આપતા હતા અંજામ

દિલ્હીમાં રહી આવી રીતે ઓનલાઈન છેતરપીંડીને આપતા હતા અંજામ

Ahmedabad Top Stories Gujarat
kapas 18 દિલ્હીમાં રહી આવી રીતે ઓનલાઈન છેતરપીંડીને આપતા હતા અંજામ

@વિશાલ મહેતા, અમદાવાદ 

ગુજરાતીમાં એક કહેવત છે કે લાલચ બૂરી બલા છે. અને આ જ વાતનો ફાયદો પરપ્રાંતીઓ ઉઠાવે છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે એક એવું રેકેટ ઝડપાયું છે જેમાં જુદી જુદી વસ્તુઓનું પ્રલોભન આપીને પહેલા લોકોને ફસાવવામાં આવતા અને ત્યાર પછી છેતરપીંડી કરવામાં આવતી હતી. આવો જાણીએ આવા જ એક ઓનલાઈન ઠગાઈના ષડ્યંત્ર વિષે.

ત્રણ શખ્સો દિલ્હીમાં રહી ઠગાઈના ષડયંત્રને અંજામ આપતા હતા. સાઇબર ક્રાઇમ પકડાયેલા આ આરોપીઓના નામ આ મુજબ છે.

 આરોપી નંબર –1

નામ- ઉદેચુકવું ઓન્યેબુચી

હાલ રહે- દિલ્હી

વતન- ઇજરાઈલ

કામ- ઓનલાઈન ઠગાઈ

આરોપી નંબર- 2

નામ- મંગખોલુન હાઉકીપ

હાલ રહે- દિલ્હી

વતન- મણિપુર

કામ- ઓનલાઈન ચિટિંગ

આરોપી નમ્બર- 3

નામ- હેખોલમ હેમર

હાલ રહે- દિલ્હી

વતન- મણિપુર

કામ- ઓનલાઈન ચિટિંગ

આ ત્રણેય આરોપીઓ સોશિયલ મીડિયામાં લોકો સાથે સંપર્ક કરતા અને ત્યારબાદ તેમની સાથે સાથે મિત્રતા કરી ઠગાઈ આચરતા હતા. આખરે ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આરોપીઓ એક નવી જ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓ સાથે ઠગાઈ કરતા હતા. આરોપીની મોડસ ઓપરેન્ડી ની વાત કરવામાં આવે તો તેઓ ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી લોકો સાથે પહેલા મિત્ર કેળવતા હતા. જેમાં સામેવાળા વ્યક્તિને ઓળખ આપતાં હતા કે ઇંગ્લેન્ડની કાર્નિવલ શિપિંગ કંપની માટે કેપ્ટન તરીકે કામ કરે છે.  જેથી ઈમ્પોર્ટેડ જ્વેલરી, ઘડિયાળ કપડા મોબાઈલ અને લેપટોપ જેવી અલગ-અલગ ચીજવસ્તુ  સસ્તા ભાવે આપી શકે છે. લોકોને છેતરવા માટે તેઓ આજે શીપીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ફેક મેલ કરી સર્ટિફિકેટ મોકલતા હતા.

માસુમ જનતા તેમના આ જાળમાં ફસાઈ હતી. દિલ્હી એરપોર્ટ થી ફોન આવતો કે તમારી પ્રોડક્ટ આવી ગઈ છે જેને કસ્ટમ ડયુટી ભરવાની બાકી છે.  જેને ભરવા માટે તે એક એકાઉન્ટ નંબર આપતા હતા. અને પછી પ્રોડક્ટ લેવાની લાલચમાં લોકો આરોપી દ્વારા આપવામાં આવતા એકાઉન્ટ નંબર માં રૂપિયા ટ્રાન્સફર કરતા. અને પછી ઓનલાઇન ઠગાઈનો ભોગ બનતા હતા.

સંખ્યાબંધ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરના ભેજાબાજ શખ્સોને આખરે પોલીસે ઝડપી પાડયા છે. અને પૂછપરછમાં ઓનલાઇન ઠગાઈ નું ષડયંત્ર બહાર આવ્યું છે. જેમાં આ ત્રણ આરોપીઓ સિવાય અન્ય કોણ-કોણ સામેલ છે તે શોધવા તપાસનાં તખ્તો તૈયાર કર્યો છે.