IND vs NZ 1st T20/ પ્રથમ T-20માં ન્યુઝીલેન્ડે ભારતને 21 રનથી હરાવ્યું,સુંદરની વિસ્ફોટક બેટિંગ એળે

ન્યૂઝીલેન્ડે પ્રથમ T20માં ભારતને 21 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.

Top Stories Sports
IND vs NZ 1st T20

IND vs NZ 1st T20:   ન્યૂઝીલેન્ડે પ્રથમ T20માં ભારતને 21 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 52 અને ડેરીલ મિશેલે અણનમ 59 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 155 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 47 રન અને વોશિંગ્ટન સુંદરે 50 રન બનાવ્યા હતા. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે.

IND vs NZ 1st T20:   ન્યૂઝીલેન્ડે પ્રથમ T20 મેચમાં ભારતને 21 રને હરાવ્યું હતું. આ જીત સાથે કિવી ટીમે વનડે શ્રેણીમાં મળેલી કારમી હારને ભૂલીને ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે છ વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ શરૂઆતના આંચકામાંથી બહાર નીકળી શકી ન હતી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 50 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ચાર ઓવરમાં માત્ર 11 રન આપીને બે વિકેટ ઝડપી હતી. માઈકલ બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુસને પણ બે-બે વિકેટ લીધી હતી.

આ પહેલા( IND vs NZ 1st T20) પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડેવોન કોનવે અને ડેરીલ મિશેલની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ઝારખંડ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી. ટીમના ઓપનર ફિન એલન અને કોનવેએ પ્રથમ વિકેટ માટે 43 રનની ભાગીદારી નોંધાવી હતી. ફિન 23 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરે ન્યૂઝીલેન્ડને એક જ ઓવરમાં બેવડો ઝટકો આપ્યો હતો. તેણે પાંચમી ઓવરમાં ફિન અને ચેપમેનને આઉટ કર્યા. આ પછી ગ્લેન ફિલિપ્સ 22 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. દરમિયાન ડેવોન કોનવે અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. કોનવેએ 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. કોનવેના આઉટ થયા બાદ બ્રેસવેલ રનઆઉટ થયો હતો. જોકે, મિશેલે છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર અને એક ફોર ફટકારીને 27 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લી બે ઓવરમાં 35 રન આપ્યા  હતા

bbc documentary/BBCની ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ દરમિયાન અટકાયત કરાયેલા 24 વિધાર્થીઓને પોલીસે છોડ્યા