bbc documentary/ BBCની ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ દરમિયાન અટકાયત કરાયેલા 24 વિધાર્થીઓને પોલીસે છોડ્યા

યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ્રીના થોડા સમય પહેલા જ યુનિવર્સિટી પ્રશાસને કેમ્પસની વીજળી કાપી નાખી હતી. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓએ તેમના લેપટોપ પર ડોક્યુમેન્ટરી જોવાનું શરૂ કર્યું

Top Stories India
BBC documentary

BBC documentary:    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. પંજાબ દિલ્હી, કોલકાતા, કેરળ, પંજાબ સહિત દેશના જુદા જુદા ભાગોમાં ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ભારે ઝઘડો થયો હતો.એક તરફ તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વિંગના વિદ્યાર્થીઓ BCCની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI) વિંગના વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે તેનું સ્ક્રીનિંગ થાય.   દિલ્હી પોલીસે અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને મુક્ત કર્યા છે દિલ્હી પોલીસે દિલ્હી યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાંથી અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને મુક્ત કરી દીધા છે. પોલીસે 15-20 મિનિટ બાદ વિદ્યાર્થીઓને મુક્ત કર્યા હતા.

કોલકાતાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાં (BBC documentary) સૂત્રોચ્ચાર કર્યા પશ્ચિમ બંગાળ: સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) ના સભ્યો આજે સાંજે કોલકાતાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાં પાવર કટ પછી સૂત્રોચ્ચાર કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે SFIના કેટલાક વિદ્યાર્થીઓ બીબીસીની પ્રતિબંધિત ડોક્યુમેન્ટરી સ્ક્રીન કરવાના હતા.

દિલ્હી યુનિવર્સિટીમાં (BBC documentary) બીબીસી ડોક્યુમેન્ટ્રીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. દિલ્હી પોલીસે લગભગ 24 લોકોની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્ક્રિનિંગમાં કેમ્પસની બહારની કેટલીક મહિલાઓ પણ હિજાબ પહેરીને પહોંચી હતી. ડીયુની આર્ટસ ફેકલ્ટીમાંથી મહિલાઓને બહાર કાઢી દેવામાં આવી છે.

બીબીસી ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગને (BBC documentary) લઈને દિલ્હી યુનિવર્સિટીમાં હવે વિવાદ વધી રહ્યો છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 24 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા છે. કેમ્પસની અંદર સ્ક્રીનીંગ કરવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓને દિલ્હી પોલીસે બહાર ફેંકી દીધા હતા. યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ્રીના થોડા સમય પહેલા જ યુનિવર્સિટી પ્રશાસને કેમ્પસની વીજળી કાપી નાખી હતી. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓએ તેમના લેપટોપ પર ડોક્યુમેન્ટરી જોવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓ સતત પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે

Go Air Flight/DGCAએ Go Air પર લગાવ્યો 10 લાખનો દંડ… જાણો શું છે કારણ

રાજકોટ/પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી ફોર્મના નામે છેતરપિંડીનું કૌભાંડ, છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Entertentainment/પઠાણ દ્વારા આમિર ખાન પર નિશાન સાધતા આ અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર, કહ્યું..

Entertentment/સલમાન ખાનની ‘ટાઈગર 3’માં શાહરૂખ ખાનની ધમાકેદાર એક્શન, જાણો ક્યારે શરૂ થશે તેનું શૂટિંગ