Entertentainment/ પઠાણ દ્વારા આમિર ખાન પર નિશાન સાધતા આ અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર, કહ્યું..

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે બ્લોકબસ્ટર સાબિત થઈ છે, આ ફિલ્મે ઓપનિંગ ડે પર કમાણીના મામલામાં મોટી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Entertainment
KRK Tweet

KRK Tweet: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર કમાણીના મામલામાં મોટી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતાએ પઠાણની સફળતાને લઈને આમિર ખાન પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું કે પઠાણ સુપરહિટ થવાથી આમિર ખાન ખૂબ જ દુખી છે.

Aamir Khan ka Waqt Bahut kharab Chal Raha Hai. Pahla Dukh Ye, Ki Bechare Ki film #LSC Disaster Ho Gayee. Doosra Usse Bhi Bada Dukh Ye, Ki SRK ki film super hit Ho Gayee.🤪

— KRK (@kamaalrkhan) January 27, 2023

કેઆરકેએ ટ્વીટ કરીને લખ્યું, ‘આમીર ખાનનો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. પહેલું દુ:ખ એ છે કે બિતારાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આફત બની. બીજું અને મોટું દુ:ખ એ છે કે શાહરૂખ ખાનની ફિલ્મ સુપરહિટ થઈ.

નોંધનીય છે કે કેઆરકે બેફામ બોલવા માટે જાણીતો છે. કિંગખાનની ફિલ્મ વીશે નહીં પરંતુ આમિરખાન પર નિશાન સાંધતા તેણે ઘણું બધુ કહી દીધું છે. કેઆરકેના ટ્વીટનો જવાબ તો પબ્લીક આપતી જ હોય છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ વખતે કેઆરકેએ શાહરૂખ ખાનની ફિલ્મ કે તેના વીશે કશુ બોલવાની જગ્યાએ આમિર ખાન પર તંગ કસ્યો છે. જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેઆરકેની સામે ટક્કર કોણ આપે છે.

આ પણ વાંચો/ Kangana Ranaut Statements/પઠાણની સફળતા બાદ કંગના રનૌતે કેમ કહ્યું ‘ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ.. જય શ્રી રામ’

આ પણ વાંચો/  Video/રણબીર કપૂરે ગુસ્સામાં ફેક્યો ફેન મોબાઈલ, લોકોએ કહ્યું- આ છે અસલી ચહેરો

આ પણ વાંચો/ admitted to hospital/અભિનેતા અનુ કપૂરની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા