Politics/ પૂર્વ સાંસદ નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કર્યા કેસરિયા

આદિવાસી દિગ્ગજ નેતા પૂર્વ સાંસદ નારણ રાઠવાએ આજે ગાંધીનગર કમલમ્ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે નારણ રાઠવા અને પુત્ર સંગ્રામ રાઠવાએ.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 02 27T112206.141 પૂર્વ સાંસદ નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કર્યા કેસરિયા

Gujarat News:  આદિવાસી દિગ્ગજ નેતા પૂર્વ સાંસદ નારણ રાઠવાએ આજે ગાંધીનગર કમલમ્ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે નારણ રાઠવા અને પુત્ર સંગ્રામ રાઠવાએ કેસરિયા કર્યા છે. પૂર્વ સાંસદ નારણ રાઠવા છોટાઉદેપુરથી પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

Chhota Udaipur Congress Leader Naran Rathwa to join BJP, big blow to  Congress in tribal belt | ગુજરાત કોંગ્રેસને વધુ એક નેતા રામ રામ:  છોટાઉદેપુરના દિગ્ગજ નેતા નારણ રાઠવાના ભાજપમાં ...

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો મળ્યો છે. થોડા સમય અગાઉ પૂર્વ સાંસદ નારણ રાઠવા ભાજપમાં જોડાય તેવી માહિતી વહેતી થઈ હતી. યુપીએ સરકારમાં નારણ રાઠવા કેન્દ્રીય મંત્રી તરીકે રહી ચુક્યા છે. તેઓ યુપીએ સરકારમાં રેલવે રાજ્યપ્રધાન પદે રહ્યા હતા.અને હાલમાં જ રાજ્યસભામાં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો.મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં નારણ રાઠવા ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.

નારણભાઈ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. નારણ રાઠવા 1989માં લોકસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત સાંસદ બન્યા હતા. આ પછી તેઓ 1991, 1996, 1998 અને 2004માં પણ લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ ગુજરાતમાંથી છોટા ઉદેપુરના સાંસદ હતા. તેઓ 2004 થી 2009 વચ્ચે રેલ્વે રાજ્ય મંત્રી હતા. 2018માં કોંગ્રેસમાંથી તેઓ રાજ્યસભામાં મોકલાયા હતા.

મળતી માહિતી મુજબ જો નારણ રાઠવા ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસ અને આપમાંથી ધારાસભ્યો, કાર્યકરોએ કેસરિયો ખેસ પહોર્યો હતો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મોત

આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી