Crime/ બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મોત

રમેશે તેના નિવેદનમાં કહ્યું છે કે, આ શખ્સોએ તેનો ફોન લઈ લીધો હતો અને પવિત્રા સાથે ગેરવર્તન કરવા લાગ્યા હતા. જેનાથી બચવા માટે પવિત્રા રોડ પર ભાગવા લાગી હતી. જેમાં તે એક કાર સાથે ટકરાઈ હતી. પવિત્રાને ટક્કર મારીને કાર નીકળી ગઈ હતી અને ગેરવર્તન કરનારા બન્ને શખ્સો પણ ભાગી ગયા હતા.

Top Stories India
Beginners guide to 84 1 બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મોત

@નિકુંજ પટેલ

Tamilnadu News: તમિલનાડુમાં બદમાશોથી પોતાની આબરૂ બચાવવા એક યુવતી રસ્તા પર દોડી રહી હતી. પરંતુ એક પુરઝડપે જઈ રહેલા વાહનની અડફેટમાં આવી જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ડેપ્યુટી આઈજી દિશા મિત્તલ અને ડીએપી દીવક સીવાચ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા એક વિશેષ ટીમ પણ બનાવી છે. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

થ્રીસુરની રહેવાસી2 0 વર્ષીય પવિત્રા તેના 21 વર્ષીય મિત્ર રમેશ સાથે જઈ રહી હતી. રમેશ તમિલનાડુમાં માધવરામનો રહેવાસી છે. મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે રાત્રે તેઓ થિરૂવન્નામલાઈ જઈ રહ્યા હતા. ઓલ્લાકુર ટોલનાકા આવતા જ બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને અટકાવ્યા હતા.

રમેશે તેના નિવેદનમાં કહ્યું છે કે, આ શખ્સોએ તેનો ફોન લઈ લીધો હતો અને પવિત્રા સાથે ગેરવર્તન કરવા લાગ્યા હતા. જેનાથી બચવા માટે પવિત્રા રોડ પર ભાગવા લાગી હતી. જેમાં તે એક કાર સાથે ટકરાઈ હતી. પવિત્રાને ટક્કર મારીને કાર નીકળી ગઈ હતી અને ગેરવર્તન કરનારા બન્ને શખ્સો પણ ભાગી ગયા હતા.

પોલીસે આ બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી છે. ડેપ્યુટી આઈજી દિશા મિત્તલ અને ડીએપી દીવક સીવાચ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તપાસ માટે તેમણે એક વિશેષ ટીમ પણ બનાવી છે. એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ હજી સુધી આરોપીઓ ઝડપાયા નથી. રમેશે આપેલા નિવેદનને આધારે પોલીસ તપાસ કરી રહી છે. કારણકે પોલીસને રમેશ ઉપર થોડી શંકા છે. એક બે દિવસમાં બનાવ અંગે સ્પષ્ટતા થઈ જશે, એમ તેમનું કહેવું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:Board Exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ