New Delhi/ અમિત શાહ ગ્રામીણ સહકારી બૅન્કોની રાષ્ટ્રીય પરિષદનું કરશે ઉદઘાટન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં ગ્રામીણ સહકારી બૅન્કોની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકાર કૃષિ અને ગ્રામીણ વિસ્તારોની સુધારણા માટે કામ કરી રહી છે

Top Stories India
અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં ગ્રામીણ સહકારી બૅન્કોની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકાર કૃષિ અને ગ્રામીણ વિસ્તારોની સુધારણા માટે કામ કરી રહી છે અને જેમ જેમ કૃષિ માળખામાં સરકારનું રોકાણ વધે છે, તેમ તેમ સહકારી મંડળીઓની ભૂમિકા અને સંભાવનાઓ પણ વધે છે.

ભારતમાં ટૂંકા ગાળાનાં સહકારી ધિરાણ માળખામાં 34 રાજ્ય સહકારી બૅન્કો, 351 જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો અને 96,575 પીએસીએસનો સમાવેશ થાય છે. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બૅન્કોની સ્થાપના 19 મે, 1964ના રોજ રાજ્ય અને કેન્દ્રીય સહકારી બૅન્કોનાં સંચાલનને સરળ બનાવવા અને ટૂંકા ગાળાનાં સહકારી ધિરાણ માળખાના વિકાસ માટેના વ્યાપક ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. નાફસ્કોબ તેના સભ્યો અને તેમના સહયોગીઓ,શેરધારકો,માલિકોને તેમની સિદ્ધિઓ દર્શાવવા, તેમની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમના હિતોને પ્રોત્સાહન આપવા માટે એક સમાન ફોરમ પૂરું પાડે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પસંદગીની રાજ્યની સહકારી બૅન્કો, જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કો (ડીસીસીબી), પીએસીએસની કામગીરી પુરસ્કારો પણ એનાયત કરશે. તથા 100 વર્ષની સેવા બદલ કેટલીક ટૂંકા ગાળાની સહકારી ધિરાણ સંસ્થાઓનું સન્માન કરશે.

આ કોન્ફરન્સમાં ભાગ લેનાર અન્ય લોકોમાં એનસીયુઆઈના પ્રમુખ દિલીપ સંઘાણી, આઇસીએ-એપીના પ્રમુખ અને કૃભકોના ચેરમેન ડો. ચંદ્રપાલ સિંહ યાદવ, નાફેડના ચેરમેન ડો. બિજેન્દ્ર સિંહ અને સહકારિતા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: TMC નેતા અનુબ્રત મંડલને 10 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયા, પ્રાણીઓની તસ્કરી કેસમાં ધરપકડ