hero of the century: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં ફિલ્મી દુનિયાના મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા . આ દરમિયાન અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, જયા બચ્ચન, મહેશ ભટ્ટ, રાની મુખર્જી સહિત ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી, રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બધાનું સ્વાગત કર્યું. આ સાથે મમતાએ અમિતાભ બચ્ચનને ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ દરમિયાન સીએમ મમતાએ અમિતાભ બચ્ચનને ભારતનું ગૌરવ કહ્યા જ્યારે શાહરૂખ ખાનને તેમના ભાઇ તરીકે સંબોધન કર્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીએમ મમતાએ કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમયે બધાનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમના ભાષણમાં મમતાએ અમિતાભ બચ્ચનને ભારત રત્ન ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તેમને ભારત રત્ન આપવામાં આવે. તેઓ સમગ્ર દેશ માટે આદરણીય છે. આ સાથે મમતા બેનર્જીએ કહ્યું કે શાહરૂખ ખાન મારો ભાઈ છે. મેં તેમને હંમેશા મારો ભાઈ ગણ્યો છે.
સીએમ મમતાએ કહ્યું- જયા બચ્ચન બંગાળની માટીને ભૂલ્યા નથી આ દરમિયાન સીએમ મમતાએ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં કહ્યું કે આ બધા કલાકારો વિના બંગાળ કંઈ નથી, હું આ તમામ લોકોને અભિનંદન આપું છું. આ બધા બંગાળનું ગૌરવ છે. મમતાએ કહ્યું કે જયા બચ્ચનનું નામ લેતા તેમણે કહ્યું કે તેણે યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મમતાએ કહ્યું કે આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં તે બંગાળની માટીને ક્યારેય ભૂલી નથી. જ્યાં જયા બચ્ચને પોતાના સંબોધનમાં મમતા બેનર્જીને નાની બહેન કહી હતી.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે 28માં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન અમિતાભે અહીંના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં દીપ પ્રગટાવીને આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ, મુખ્યમંત્રી મમતા બેનર્જી, અભિનેત્રી જયા બચ્ચન, અભિનેતા શાહરૂખ ખાન, પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી, ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા વગેરે હાજર રહ્યા હતા. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન કુલ 183 ફિલ્મો દર્શાવવામાં આવશે. જ્યાં ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમિતાભ બચ્ચન (80)ના જીવન અને કાર્યો પર આધારિત એક પ્રદર્શન બતાવવામાં આવશે. તેની શરૂઆત ‘અભિમાન’ના પરફોર્મન્સથી થશે. આ ઉપરાંત 16 થી 22 ડિસેમ્બર દરમિયાન શહેરના 10 થીયેટરોમાં કુલ 183 ફિલ્મો દર્શાવવામાં આવશે