Not Set/ ઘાઘરપુરામાં મહિલાને ડાકણ કહીને તેને પત્થર મારીને મારી નાખી

છોટા ઉદેપુર, છોટા ઉદેપુર જિલ્લાા બોડેલી તાલુકામાં ઘાઘરપુરા ગામમાં મહિલાને તું ડાકણ છે કહીને તેના માથામાં પત્થર મારીને તેનું મોત નીપજાવ્યું છે. મળતી માહિતી મુજબ, ચંચીબેન ભીમસિંહ રાઠવા નામની મહલા ખેતરમા ડાંગર કાપવા ગઈ હતી. ત્યારે તેના જ ગામનો તુલસિંગ નરસિંગ રાઠવાએ તુ ડાકણ છે તેમ કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ચારો લઈને […]

Top Stories Gujarat Others Trending
mantavya 1 102 ઘાઘરપુરામાં મહિલાને ડાકણ કહીને તેને પત્થર મારીને મારી નાખી

છોટા ઉદેપુર,

છોટા ઉદેપુર જિલ્લાા બોડેલી તાલુકામાં ઘાઘરપુરા ગામમાં મહિલાને તું ડાકણ છે કહીને તેના માથામાં પત્થર મારીને તેનું મોત નીપજાવ્યું છે.

મળતી માહિતી મુજબ, ચંચીબેન ભીમસિંહ રાઠવા નામની મહલા ખેતરમા ડાંગર કાપવા ગઈ હતી. ત્યારે તેના જ ગામનો તુલસિંગ નરસિંગ રાઠવાએ તુ ડાકણ છે તેમ કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ચારો લઈને પરત ફરતી હતી.

ત્યારે તેની સાથે તેણે ફરી બોલાચાલી કરી હતી.અને માથામાં પત્થર મારીને ભાગી છૂટ્યો હતો. ચંચીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા ચંચીબેનને જાંબુઘોડા ખાતે પ્રાથમિક સારવાર આપી વડોદરા ખસેડાઇ હતી.

જ્યાં તેનું સારવાર બાદ મોત નીપજયું હતુંમૃતક ના પરિવારે બોડેલી પોલીસ મથકે જાણ કરી હતી. આથી પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં આરોપી તુલસિંગ નરસિંગ રાઠવાને ડુંગર ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.