Not Set/ ઈન્દિરા ગાંધી પર NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનું વિવાદિત નિવેદન

શિવસેના-કોંગ્રેસ-એનસીપીની મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર છે. પરંતુ દરરોજ કોંગ્રેસને આ ગઠબંધન સરકારમાં કેટલીક અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીકવાર શિવસેનાનાં નેતાઓ અને એનસીપીનાં નેતાઓ કોંગ્રેસનાં પૂર્વ નેતા અને દિવંગત પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વિશે નિવેદનો આપે છે, જેના કારણે કોંગ્રેસ માટે આ નિવેદનોને સાંભળવુ મુશ્કેલ થઇ રહ્યુ છે. એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે આ […]

Top Stories India
jitendra awhad ઈન્દિરા ગાંધી પર NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનું વિવાદિત નિવેદન

શિવસેના-કોંગ્રેસ-એનસીપીની મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર છે. પરંતુ દરરોજ કોંગ્રેસને આ ગઠબંધન સરકારમાં કેટલીક અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીકવાર શિવસેનાનાં નેતાઓ અને એનસીપીનાં નેતાઓ કોંગ્રેસનાં પૂર્વ નેતા અને દિવંગત પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વિશે નિવેદનો આપે છે, જેના કારણે કોંગ્રેસ માટે આ નિવેદનોને સાંભળવુ મુશ્કેલ થઇ રહ્યુ છે. એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે આ વખતે એક નિવેદન આપ્યું છે જે કોંગ્રેસ માટે સ્વીકારવા યોગ્ય હોય તેમ બિલકુલ લાગી રહ્યુ નથી.

જીતેન્દ્ર આવ્હાડે એ કહ્યું કે, ઈન્દિરા ગાંધીએ લોકશાહીનું ગળું દબાવવાનું કામ કર્યુ હતું. તે સમયે તેમની સામે બોલવા માટે કોઈ તૈયાર નહોતું. ત્યારે અમદાવાદ, પટનાનાં વિદ્યાર્થીઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો, જેપી આંદોલન શરૂ થયું અને ઇન્દિરા ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઇતિહાસ ફરી એક વાર પુનરાવર્તન કરવામાં આવી રહ્યુ હોય તેવુ લાગી દેખાઇ રહ્યુ છે. મહારાષ્ટ્ર અને દેશમાં આ પુનરાવર્તન કરવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસ પાર્ટીનાં સહયોગી દળોએ ઈન્દિરા ગાંધી વિશે આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા સંજય રાઉતે પણ ઇન્દિરા ગાંધી વિશે નિવેદન આપ્યું હતું.

સંજય રાઉતે કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળવા માટે પાયાઘુની આવતી હતી. આ મુંબઇનો વિસ્તાર છે, જ્યાં ઇંદિરા ગાંધી ઘણી વાર કરીમ લાલાને મળી ચૂકી છે. સંજય રાઉતનાં આ નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ સંજય રાઉતે તેમના નિવેદનમાં સ્પષ્ટતા આપી હતી અને તે નિવેદનને પાછુ ખેંચી લીધુ હતુ. તેમણે કહ્યું કે તેમને હંમેશા નહેરુ અને ઇન્દિરા પ્રત્યે આદર છે. તેમણે કહ્યું હતું કે કરીમ લાલા અફઘાન પઠાણોનાં નેતા હતા, તેથી જ તેઓ તેમને મળતા હતા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.