Gujarat Police Recruitment/ પોલીસદળ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ થઇ જાઓ તૈયાર, 12 હજાર જગ્યા પર થશે ભરતી

પોલીસદળમાં જોડવા માંગતા લોકો માટે ખુશ ખબર. પોલીસદળમાં 12 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પોલીસમાં ભરતી માટે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 04T121155.265 પોલીસદળ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ થઇ જાઓ તૈયાર, 12 હજાર જગ્યા પર થશે ભરતી

ગુજરાત : પોલીસદળમાં જોડવા માંગતા લોકો માટે ખુશ ખબર. પોલીસદળમાં 12 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પોલીસમાં ભરતી માટે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ OJAS વેબસાઈટ પર 4થી 30 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે.

પોલીસદળમાં વિવિધ કેટેગરીમાં ખાલી પડેલ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. પોલીસ વિભાગમાં જોડાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ખાલી પડેલ જગ્યા માટે નિયત વયમર્યાદા અને લાયકાત મુજબ વિદ્યાર્થીઓ OJAS વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે. જે અંતર્ગત PSI- લોકરક્ષક સહીત 12472 જગ્યાઓ માટે ફોર્મ ભરવામાં આવશે. વિવિધ કેટેગરીમાં પોસ્ટ મુજબ લાયકાત જરૂરી છે. જેમાં PSI માટે 21 થી 35 વર્ષની વયમર્યાદા, લોકરક્ષક માટે 18થી 33 વર્ષની વયમર્યાદા, PSI બનવા સ્નાતક હોવું ફરજીયાત અને લોકરક્ષક માટે ધોરણ 12 પાસ ફરજીયાત છે.

પોલીસ દળમાં બિન હથિયારી PSI અને પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) અને જેલ સિપાઈ વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. આ સેવામાં જોડાવા માંગતા ઇચ્છુક ઉમેદવારે 4થી 30 એપ્રિલ સુધીમાં OJAS વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવાર OJAS વેબસાઈટની મુલાકાત લઈ ભરતી અંગેની વધુ માહિતી મેળવી શકશે. ઉમેદવારે કેટેગરી મુજબ ફી ભરવાની રહેશે. ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે. ફી ભરવાની અંતિમ તારીખ 7મેના રોજ સુધીની છે. જ્યારે એસ.સી, એસ.ટી, EWS, માજી સૈનિક કેટેગરી સહિતના ઉમેદવારોએ ફી ભરવાની નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Gujarat News/મહીસાગરમાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના, ‘હાથમાં છે વ્હીસ્કી, આંખમાં છે પાણી’ ગીત પર બાળકોએ કર્યો ડાન્સ

આ પણ વાંચો: Latest Surat News/ડાયમંડસીટી સુરતમાં હત્યાના ગુનામાં વધારો, 1 દિવસમાં થઈ 4 હત્યા