કમોસમી વરસાદ/ સાબરકાંઠામાં ભર શિયાળમાં કમોસમી વરસાદ, ખેડૂતજગત ભારે ઉદાસી

સાબરકાંઠામાં વહેલી સવારે સતત ત્રણ કલાકથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયું છે.

Top Stories Gujarat Others
કમોસમી વરસાદ

Sabarkantha News: ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ત્યારે સાબરકાંઠામાં કમોસમી વરસાદ શરુ થઇ ગયો છે. વિજયનગર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Untitled 2 સાબરકાંઠામાં ભર શિયાળમાં કમોસમી વરસાદ, ખેડૂતજગત ભારે ઉદાસી

જણાવી દઈએ કે, અહીં વહેલી સવારે સતત ત્રણ કલાકથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયું છે  હજુ પણ વિજયનગર તાલુકામાં વરસાદ પડે તેવી શકતા છે શિયાળે ઠંડી વચ્ચે એકાએક માવઠું પડતા વાતવરણ ઠંડુગારક થતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા છે. ઉપરાછાપરી આ બીજું માવઠું થતાં રવિ પાકોની પનોતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતજગત ભારે ઉદાસી સાથે ચિતાતુર બન્યો છે. ઘઉં સહિતની રવિ ખેતીને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Untitled 3 સાબરકાંઠામાં ભર શિયાળમાં કમોસમી વરસાદ, ખેડૂતજગત ભારે ઉદાસી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Untitled 3 સાબરકાંઠામાં ભર શિયાળમાં કમોસમી વરસાદ, ખેડૂતજગત ભારે ઉદાસી

સાબરકાંઠા જિલ્લામાં ગતરોજ કમોસમી વરસાદ નોંધાયો. જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં કમોસમી વરસાદે દસ્તક આપી હતી. આજે સવારે 4 થી 6 કલાક દરમિયાન કમોસમી વરસાદ નોંધાયો. જેમાં

ઉલ્લેખનીય છે કે, શનિવારે સાંજે ભરૂચ – જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાજેતરના કમોસમી વરસાદના નુકસાનમાંથી ખેડૂતો બહાર આવવા પ્રયાસ કરી રહયા હતા તે વચ્ચે ફરીએકવાર કમોસમી વરસાદ કહેર બનીને ત્રાટક્યો હતો. ભરૂચ જિલ્લામાં ધોમધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ – અંકલેશ્વરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે તુવેર અને કપાસના ખેડૂત ચિંતાતુર બન્યા હતા. વાતાવરણમાં થડક પ્રસરી હતી.

બે થી ત્રણ દિવસમાં ઠંડી જામશે

આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે જયારે રાજકોટનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 20 શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 સાબરકાંઠામાં ભર શિયાળમાં કમોસમી વરસાદ, ખેડૂતજગત ભારે ઉદાસી


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ