Marriage On JCB/ ન ગાડી કે ન ઘોડી”, વરરાજાએ JCB  પર જાન કાઢી

ગુજરાતના નવસારી જિલ્લામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. ઘણી વખત આપણે વરરાજાને ઘોડી પર બેસીને જાન લાવતા જોઈએ છીએ, પરંતુ નવસારીમાં વરરાજાએ પોતાના લગ્નને અનોખા બનાવવા માટે બુલડોઝર પર જાન કાઢી હતી.

Top Stories Gujarat
Marriage on JCB ન ગાડી કે ન ઘોડી", વરરાજાએ JCB  પર જાન કાઢી

અમદાવાદઃ ગુજરાતના નવસારી જિલ્લામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. ઘણી વખત આપણે વરરાજાને ઘોડી પર બેસીને જાન લાવતા જોઈએ છીએ, પરંતુ નવસારીમાં વરરાજાએ પોતાના લગ્નને અનોખા બનાવવા માટે બુલડોઝર પર જાન Marriage on JCB કાઢી હતી. બુલડોઝર પર નીકળેલી શોભાયાત્રાની અનોખી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વરરાજાએ JCB પર જાન કાઢી
ખરેખર આ સમગ્ર મામલો નવસારીના કાળીયારી ગામનો Marriage on JCB છે. જ્યાં આદિવાસી ધોડિયા સમાજના કેયુર પટેલે બુલડોઝર પર જાન કાઢી હતી. આ અનોખી જાન અંગે વરરાજાએ કહ્યું કે તે પોતાના લગ્નમાં કંઈક અલગ કરવા માંગતો હતો. આ જ કારણ છે કે તેણે ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા જેસીબી મશીન પર પોતાના લગ્નની જાન કાઢવાનું વિચાર્યુ.

વરરાજા તેના લગ્નને અલગ બનાવવા માંગતો હતો
કેયુર પટેલે જણાવ્યું કે થોડા સમય પહેલા તેણે પંજાબમાં બુલડોઝર પર Marriage on JCB વરરાજાની જાનનો વિડીયો જોયો હતો. આ જ વિડીયો જોઈને તેણે બુલડોઝર પર પોતાની જાન લઈ જવાનું નક્કી કર્યુ હતુ. વરરાજાએ કહ્યું કે દરેક વ્યક્તિ કાર લઈને આવે છે… હું કંઈક અલગ કરવા માંગતો હતો તેથી હું મારા લગ્નમાં JCB લઈને આવ્યો. તેણે કહ્યું કે હું કંઈક અનોખું કરવા માંગતો હતો તેથી મેં યુટ્યુબ પર જેસીબી પર જતી જાનનો વિડીયો પણ જોયો હતો.

કન્યા પક્ષ પણ ચક્તિ
કેયુર પટેલ દ્વારા લાવવામાં આવેલી આ રંગીન લગ્નની જાનને જોઈને કન્યા પક્ષના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોંઘા વાહનની જેમ જેસીબીને સંપૂર્ણ રીતે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ઢોલ વગાડવાની સાથે ડીજે સાથે નીકળેલી આ શોભાયાત્રા દુલ્હનના ઘરે પહોંચી હતી. અત્રંગી શોભાયાત્રા જોઈ સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. થોડી જ વારમાં આ વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો. લોકોએ આ અત્રંગી શોભાયાત્રાને સોશિયલ મીડિયા પર અલગ-અલગ ફની કેપ્શન સાથે શેર પણ કરી છે. આમ લગ્નોમાં જોવા મળતા અવનવા ટ્રેન્ડમાં હવે બળદગાડા, ગાડી, ઘોડી, ટ્રેક્ટર, ખટારા, લક્ઝરી પછી જેસીબીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

નિવેદન/ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું ‘સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે’

Earthquake In Shamli/ ઉત્તરપ્રદેશના શામલીમાં ભૂકંપના આંચકા, કોઇ જાનહાનિ નહીં

Sapna Chaudhary/ હરિયાણાની ડાન્સર સપના ચૌધરી સામે પોલીસે નોંધ્યો આ મામલે કેસ,જાણો