સુરત/ પાંડેસરામાં ઘર બહાર રમતા બાળક પર શ્વાનનો હુમલો, શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો જમાવડો

સુરતમાં આઠ વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં ઘર બહાર રમતા આઠ વર્ષીય બાળક પર અચાનક શ્વાને હુમલો કર્યો હતો.

Gujarat Surat
શ્વાનનો હુમલો
  • સુરતના પાંડેસરામાં 8 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો
  • બાળક પોતાના ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે બની ઘટના
  • પાંડેસરાના નાકશન નગરમાં શ્વાને બાળકને ભર્યા બચકાં
  • બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ વધુ એક બાળક પર શ્વાને હુમલો કર્યો છે. પાંડેસરામાં આઠ વર્ષીય બાળક ઘર બહાર રમી રહ્યો હતો ત્યારે રખડતા શ્વાને બાળકને બચકા ભરી લીધા હતા.ઘટના ને પગલે બાળક ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સુરત મહાનગર પાલિકા રખડતા શ્વાન પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ સઘન કામગીરી કરવામાં આવી હોવાના બણગા મહાનગર પાલિકા ફૂંકી રહી છે.પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે દિન પ્રતિદિન શ્વાનો નો આતંક યથાવત રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરતમાં આઠ વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં ઘર બહાર રમતા આઠ વર્ષીય બાળક પર અચાનક શ્વાને હુમલો કર્યો હતો. બાળકને બચકું ભરી લેતા સારવાર માટે પરિવાર હોસ્પિટલ લઈ આવ્યું હતું.

હાલ તો બાળકને ઇન્જેક્શન આપી સારવાર કરવામાં આવી છે ત્યારે રખડતા શ્વાનો માં આતંક મામલે સુરત મહાનગર પાલિકા નક્કર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.હમણાં થોડા સમય પહેલા માતા પુત્ર બાઈક પર જતાં હતાં ત્યારે શ્વાન વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં માતાનું મોત થયું હતું.તેવી જ રીતે અગાઉ પણ ત્રણ જેટલા બાળકોને શ્વાને ફાડી ખાતા મોત થયા હતા.હાલ બાળકો પર શ્વાનના હુમલાના કેસ સિવિલ મા આવી રહ્યા છે.જેનાથી સ્પષ્ટ થાય છે કે પાલિકા રખડતા શ્વાન પર અંકુશ લાદવામાં અમુક અંશે નિષ્ફળ નીવડી છે.


whatsapp ad White Font big size 2 4 પાંડેસરામાં ઘર બહાર રમતા બાળક પર શ્વાનનો હુમલો, શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો જમાવડો


આ પણ વાંચો:ગુજરાતમાં માવઠું જારીઃ આજે તાપીના કુકરમુંડા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ

આ પણ વાંચો:કેમ ગુજરાતમાં કમોસમી વરસાદે મચાવી તબાહી, વીજળી પડવાથી બે ડઝન લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:અમદાવાદના ચાંદલોડિયા, જગતપુર, છારોડી, ત્રાગડમાં સ્ટોર્મ વોટેર ડ્રેનેજ લાઇનને મંજૂરી

આ પણ વાંચો:કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું