અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે શિક્ષણ બજેટ ફાળવવામાં આવ્યું છે. AMC દ્વારા કુલ રૂ.૬૭૧ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ગત નાણાકીય વર્ષ કરતા ૧૧ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા આ બજેટમાં નવી શાળાના નિર્માણ માટે ૧૨ કરોડ રૂપિયા, વિદ્યાર્થીના વિકાસ અને શિક્ષણ અંગેની સજ્જતા માટે રૂ. ૧૦ કરોડ તેમજ સ્માર્ટ લર્નિંગ અને સ્કૂલ માટે રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આ બજેટમાં શિક્ષકના ભથ્થામાં રૂ. ૪૮૯૦ નો વધારો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, અમદાવાદ કોર્પોરેશનના સ્કુલ બજેટ હેઠળ કુલ ૩૭૧ શાળાઓ સંચાલિત છે અને આ શાળાઓમાં કુલ ૧,૨૪,૪૮૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જયારે ૩૭૦૦ શિક્ષકો ફરજ બજાવે છે. બીજી બાજુ AMC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં પ્રા.શિ.વિભાગની ૮૪ શાળાઓ બંધ થઇ છે તેમજ સરકારી શાળામાં ૨૪ % વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.
