Ahmedabad/ ચોરેલા મોબાઈલ વિદેશ મોકલવાનું કૌભાંડ પકડાયું

તપાસમાં આરોપીઓને મોબાઈલ ચોરી કરવાની તાલીમ ઝારખંડમાં આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. તેમને મોબાઈલ ચોરી કરવા માટે મહિને 25 હજારનો પગાર ચુકવવામાં આવતો હતો. તાલીમ બાદ આરોપીઓ ભીડવાળી જગ્યાઓ પરતી મોબાઈલની ચોરી…….

Top Stories Gujarat

@Nikunj Patel

Ahmedabad News: ચોરીના બનાવો અવારનવાર બને છે પરંતુ અમદાવાદમાં એક એવું કૌભાંડ ઝડપાયું છે જેમાં ચોરી કરેલા મોબાઈલ વિદેશમાં મોકલી દેવાતા હતા. ક્રાઈમ બ્રાંચ પોલીસે આ કૌભાંડ સંદર્ભે બે શક્સોને ઝડપી લીધા છે. ધરપકડ કરેલા આરોપીઓ ચોરી કરેલા મોબાઈલનું લોક તોડ્યા બાદ તેને નેપાળ-બાંગ્લાદેશ મોકલી દેતા હતા. પોલીસે આ સંદર્ભે 2 આરોપીની ધરપકડ કરીને 58 મોબાઈલ કબજે કર્યા છે.

તપાસમાં આરોપીઓને મોબાઈલ ચોરી કરવાની તાલીમ ઝારખંડમાં આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. તેમને મોબાઈલ ચોરી કરવા માટે મહિને 25 હજારનો પગાર ચુકવવામાં આવતો હતો. તાલીમ બાદ આરોપીઓ ભીડવાળી જગ્યાઓ પરતી મોબાઈલની ચોરી કરતા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 20,60,100 ની કિંમતના 58 મોબાઈલ કબજે કર્યા હતા.

દરમિયાન ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં એટીમ ચોરી અને પર્સ ચોરી કરતા બે રીઢા ચોરની એલસીબીએ ધરપકડ કરી છે. આ શખ્સોએ ગિફ્ટ સિટીમાં વેપારીના પર્સની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પર્સમાં ડ ડેબિટ કાર્ડનો પાસ્વર્ડ લખેલો હોવાથી આરોપીઓએ એટીએમમાં જઈને 1.30 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે સીસીટીવીને આધારે આરોપીઓને ઝડપી લીધા હતા.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પહેલા જ પંડિત લક્ષ્મણ ભટ્ટ તૈલાંગનું થયું અવસાન; જાણો કોણ હતા આ સંગીતકાર

આ પણ વાંચો:ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં વધી રાજકીય ઉથલપાથલ, RJDએ તેના ધારાસભ્યોને..