કેન્દ્રએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને CRPF કમાન્ડોની Z+ સુરક્ષા પૂરી પાડી છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સશસ્ત્ર ટુકડીએ બુધવારે વહેલી સવારે 64 વર્ષીય મુર્મુની સુરક્ષા સંભાળી લીધી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક બાદ સોમવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં ઓડિશા પાર્ટીના નેતા મુર્મુની ઉમેદવારીની જાહેરાત કરી.
ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી છે કે એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત મહિલા આદિવાસી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને NDAના ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. દ્રૌપદી મુર્મુએ શિક્ષક તરીકે કામકાજ કર્યું છે.
તેમની રાજકીય સફર કાઉન્સિલરથી થઇ હતી અને પછી ધારાસભ્ય બન્યા . દ્રૌપદી મુર્મુ પણ લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્ર સંકળાયેલા હતા અને લાંબા સમયથી ધારાસભ્ય અને મંત્રી રહી ચુક્યા છે. તેમણે ઓડિશા સરકારના ટ્રાન્સપોર્ટ અને કોમર્સ વિભાગ સંભાળ્યા હતા અને તેમણે્ 2007 માં ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ પણ જીત્યો છે. મુર્મુ 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ પણ હતા.
