Not Set/ સપા સાંસદ આજમ ખાનની મુસિબતમાં વધારો, બિનજામીનપાત્ર વોરંટ જાહેર

એક મોટા સમાચાર યુપીથી સામે આવ્યા છે, જ્યાં રામપુરનાં એસપી સાંસદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે, આ વોરંટ આચારસંહિતાનાં ભંગનાં મામલામાં બહાર પાડવામાં આવ્યું છે, હકીકતમાં સપાનાં નેતા આઝમ ખાન પર આરોપ છે કે તેમણે તહસીલ સ્વારમાં રોડ શો દરમિયાન સેના પર વિવાદિત ટિપ્પણી કરી હતી, એટલે એડીજે-6 કોર્ટે આઝમ ખાનને 18 જાન્યુઆરી સુધીમાં […]

Top Stories India

એક મોટા સમાચાર યુપીથી સામે આવ્યા છે, જ્યાં રામપુરનાં એસપી સાંસદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે, આ વોરંટ આચારસંહિતાનાં ભંગનાં મામલામાં બહાર પાડવામાં આવ્યું છે, હકીકતમાં સપાનાં નેતા આઝમ ખાન પર આરોપ છે કે તેમણે તહસીલ સ્વારમાં રોડ શો દરમિયાન સેના પર વિવાદિત ટિપ્પણી કરી હતી, એટલે એડીજે-6 કોર્ટે આઝમ ખાનને 18 જાન્યુઆરી સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, ડિસેમ્બર 2019 માં, એસપી દ્વારા યુપીનાં અનેક શહેરોમાં સીએએ અને એનઆરસી દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા, સપાનાં સાંસદે પણ ધરણા પ્રદર્શન માટે રામપુરમાં તંત્રની મંજૂરી માંગી હતી. પરંતુ સપાનાં સાંસદ આઝમ ખાનને તંત્ર તરફથી પરવાનગી ન મળતા તેમણે પોતાના કાર્યાલયમાં જ પોતાના દરેક જનપદનાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને બોલાવ્યા અને સીએએ અને એનઆરસીનો વિરોધ કર્યો હતો.

આ દરમિયાન, તેમણે પોતાની ઓફિસની છત પર જઇને વિરોધનાં સૂત્રોચ્ચાર કર્યા, પાર્ટીનાં કાર્યકરો સાથે વિરોધ કરી રહેલા સાંસદે કહ્યું કે, કલમ 144 લાદવાનો અર્થ રાજકીય કાર્યક્રમ બંધ થવાનો નથી, તેથી હવે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે. આપને જણાવી દઇએ કે સપાનાં સાંસદે કહ્યું હતું કે લોકશાહી ઇતિહાસમાં આ પહેલીવાર છે કે જેને પાર્ટીનાં કાર્યક્રમની મંજૂરી મળી નથી, ટીવી પર પોલીસ મહાનિર્દેશક તરફથી જણાવવામાં આવ્યું છે કે આખા યુપીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હા, કોઈને પણ કાર્યક્રમ કરવાની મંજૂરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.