Breaking News/ સુરતમાં દુર્ઘટના: ETP પ્લાન્ટની ટેંકમાં સફાઈ માટે ઉતરેલા 4 કામદારોના મોત

સુરતના ચોર્યાસી વિસ્તારમાં ETP પ્લાન્ટની ટેંક ચેમ્બર (ETP Plant Accident)માં સફાઈ દરમિયાન ચાર કામદારોના મોત થતાં દુઃખદ ઘટના સામે આવી છે. ઝેરી ગેસના કારણે ગૂંગળામણથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Surat Breaking News
ETP Plant Accident: ETP પ્લાન્ટની ટેંક બની મોતનો કૂવો

Breaking News: સુરત શહેરના ખાંડ બજાર વિસ્તારમાં રવિવારે સવારે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલી રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં અંડરગ્રાઉન્ડ ટેંક ચેમ્બર (ETP Plant Accident)ની સફાઈ દરમિયાન ચાર શ્રમિકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ટેંક (ETP Plant Accident)માં સ્લજ (કાદવ અને કચરો) સાફ કરવા માટે ચાર શ્રમિકો અંદર ઉતર્યા હતા. દરમિયાન ચેમ્બરમાં રહેલા સંભવિત ઝેરી ગેસની અસરને કારણે તેઓ બેભાન થઈ ગયા અને અંદર જ ફસાઈ ગયા હતા.

ETP Plant Accident: ફાયર વિભાગને મળ્યો ઈમરજન્સી કોલ

રવિવારે સવારે 10:22 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ખાંડ બજાર નજીક આવેલી એક ઇન્ડસ્ટ્રીયલ મિલકતમાં વ્યક્તિ ફસાઈ હોવાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી હતી, પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે કુલ ચાર શ્રમિકો ટેંક ચેમ્બર (ETP Plant Accident)માં બેભાન હાલતમાં ફસાયેલા હતા.

ઝેરી ગેસની અસરથી ચારેય ફસાયા

સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર, ચેમ્બર (ETP Plant Accident)ની અંદર કોઈ અજ્ઞાત ઝેરી ગેસ એકત્રિત થયો હોવાની આશંકા છે. આ ગેસના કારણે ચારેય શ્રમિકો ગૂંગળાઈ ગયા અને બહાર નીકળી શક્યા નહોતા.

ઓક્સિજન કીટ સાથે હાથ ધરાયું રેસ્ક્યુ

ફાયર વિભાગના જવાનોએ ઓક્સિજન અને અન્ય સુરક્ષા સાધનો સાથે ચેમ્બરમાં પ્રવેશ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ચારેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ડોક્ટરોએ તપાસ બાદ ચારેયને મૃત જાહેર કર્યા હતા.

સેફ્ટી નિયમો અંગે ઉઠ્યા સવાલ

ઘટના બાદ શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. પ્રાથમિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે ટેંકમાં ઉતરતા પહેલાં જરૂરી સુરક્ષા સાધનો અને ગેસ ચેકિંગની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. કારણ કે ઘટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની મિલકતમાં બની હોવાથી અહીં ફેક્ટરી એક્ટ હેઠળના નિયમો લાગુ પડે છે. હવે તપાસ દરમિયાન સેફ્ટી પ્રોટોકોલનું પાલન થયું હતું કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે.

પોલીસ અને સંબંધિત વિભાગોની તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સમગ્ર મામલે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને જવાબદારી નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા અને સેફ્ટી સ્ટાન્ડર્ડ અંગે ગંભીર ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો:સુરત પાંડેસરા GIDCમાં કેમિકલ ટાંકી સફાઈ દરમિયાન દુર્ઘટના, ઝેરી ગેસથી 3 શ્રમિકોના મોત, એક વેન્ટિલેટર પર

આ પણ વાંચો:સુરત: ગટરમાં ગૂંગળામણથી બે શ્રમિકોના મોત

આ પણ વાંચો:સુરતમાં સ્કોર્પિયો કારનો કહેર, મોટા વરાછા આઉટર રિંગરોડ પર મહિલા શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત