sports news/ અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, ભારત અને ઇંગ્લેન્ડ તેમની છેલ્લી વનડે રમી રહ્યા છે

Top Stories India Breaking News Sports

Sports News : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે 12 ફેબ્રુઆરીએ ત્રીજી ODI મેચ રમાઈ રહી છે  ઈંગ્લેન્ડને બે મેચમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરવા પર નજર રાખી રહી છે. ત્રીજી વનડેમાં ટોસ જીત્યા બાદ, ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. આ મેચમાં, ઇંગ્લેન્ડે તેના પ્લેઇંગ ૧૧ માં એક ફેરફાર કર્યો છે, જ્યારે ભારતીય ટીમના પ્લેઇંગ ૧૧ માં ત્રણ ફેરફાર જોવા મળ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, ભારત અને ઇંગ્લેન્ડ તેમની છેલ્લી વનડે રમી રહ્યા છે અને તેથી તેઓ મેગા ટુર્નામેન્ટ માટે તેમની તૈયારીઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. ગિલે ૫૧ બોલમાં પોતાની ત્રીજી ODI અડધી સદી ફટકારી હતી. બાદમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. જેમાં 95 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100 નો આંકડો પાર કર્યો હતો.આમ ગિલે સતત ત્રીજી મેચમાં ૫૦+ નો સ્કોર કર્યો હતો.

જોકે આદિલ રશીદે ગિલને આઉટ કરીને ભારતને ત્રીજો મોટો ઝટકો આપ્યો હતો. ગિલ ૧૧૨ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો.ગિલની સદી બાદ, શ્રેયસ ઐયરે તેની અડધી સદી પૂર્ણ કરી છે. ઐયરે માત્ર 43 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ સાથે, બંને બેટ્સમેન વચ્ચે 100 રનની ભાગીદારી પણ પૂર્ણ થઈ હતી.

અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ ગઈ. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ ૧૧૨ રનની ઇનિંગ રમી. આદિલ રશીદ સૌથી સફળ બોલર રહ્યો. રાશિદે 4 વિકેટ લીધી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સ્પર્ધા કરવા,ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી

આ પણ વાંચો: કટકમાં રમાયેલી મેચ સાથે ભારતે ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી 2-0થી જીતી

આ પણ વાંચો: ગિલ, અક્ષર અને જાડેજા… આ ત્રણેયે ઇંગ્લેન્ડના ઘા પર મલમ લગાવ્યો, નાગપુરમાં એકતરફી વિજય