દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. આજે પણ રવિવારની સરખામણીએ કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ ઘટાડા બાદ પણ સ્થિતિ સારી થઇ હોય તેવુ કહેવુ ખોટુ જ રહેશે. રવિવારની સરખામણીએ આજે એટલે કે, સોમવારે કોરોનાનાં કેસ 27 હજાર ઓછા છે.
આ પણ વાંચો – ઠંડીનો પ્રકોપ / ભારે હિમ વર્ષાનાં કારણે હિમાચલ પ્રદેશમાં જન જીવન અસ્તવ્યસ્ત, 700થી વધુ રસ્તાઓ પ્રભાવિત
આપને જણાવી દઇએ કે, દુનિયામાં કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે, જેમા અમેરિકા એક એવો દેશ છે જે આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. વળી આ ક્રમમાં ભારત પણ ખરાબ સ્થિતિમાં છે. જણાવી દઇએ કે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવારે દેશમાં કોરોનાનાં 3,06,064 નવા કેસ નોંધાયા છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 439 લોકોનાં મોત થયા છે, જેમાંથી 77 લોકોનાં મોત એકલા કેરળમાં થયા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,89,848 થઈ ગયો છે. ભારતનો સક્રિય કેસ લોડ 22 લાખને વટાવીને હાલમાં 22,49,335 થયો છે, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો પાંચ ટકાથી વધીને 5.69% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 20.75% થયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,62,26,07,516 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 27,56,364 લોકોને રસી આપવામાં આવી છે.
India reports 3,06,064 new COVID cases (27,469 less than yesterday), 439 deaths, and 2,43,495 recoveries in the last 24 hours
Active case: 22,49,335
Daily positivity rate: 20.75% pic.twitter.com/nckbG2NfUN— ANI (@ANI) January 24, 2022
આ પણ વાંચો – કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન / લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશીયલ મીડિયામાં થયો
રિકવરી રેટ હાલમાં 93.07% છે. છેલ્લા 24 કલાકમાં 2,43,495 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,68,04,145 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે એટલે કે 23 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ માટે 14,74,753 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગઈકાલ સુધીમાં કુલ 71.69 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કર્ણાટકમાં કેસ વધ્યા
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 50,210 નવા કેસ સામે આવ્યા છે. અગાઉ 5 મે, 2021નાં રોજ રાજ્યમાં 50,112 કેસ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોના સંક્રમિતોનાં મોત થયા છે જ્યારે 22,842 લોકોએ આ સંક્રમણ પર જીત મેળવી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,12,1274 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં, સક્રિય કેસોની સંખ્યા એટલે કે અહીં સારવાર લઈ રહેલા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3,57,796 છે.
