Gujarat News/ ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ, 11 જિલ્લામાં આજે વરસાદની શક્યતા નહિવત

Gujarat Weather: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને વિદાય રેખા ડીસા-નલિયા પરથી પસાર થઈ રહી છે. આજે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.

Top Stories Gujarat
Gujarat Weather: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ!

Gujarat Weather News: ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયનો તબક્કો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ ચૂક્યું છે.

 મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ઘટી છે, જોકે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા યથાવત છે.

ડીસા અને નલિયા સુધી પહોંચી ચોમાસાની વિદાય રેખા

હવામાન વિભાગ મુજબ ચોમાસાની વિદાય રેખા હવે ગુજરાતમાં ડીસા અને નલિયા સુધી પહોંચી છે. આ રેખા દેશના અન્ય કેટલાક ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાંથી પણ પસાર થઈ રહી છે.

બીજી તરફ બંગાળની ખાડી પાસે બનેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

આજે 11 જિલ્લામાં વરસાદની સંભાવના નહીં

24 સપ્ટેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા ઓછી અથવા નહીંવત્ છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ!

25 સપ્ટેમ્બરે પણ મોટાભાગે વરસાદથી રાહત

25 સપ્ટેમ્બરે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. જોકે દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે.

રાજકોટ અને બોટાદ સહિત કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી પ્રવૃત્તિ ઘટવાની આગાહી છે.

26થી 29 સપ્ટેમ્બર સુધી વરસાદ ક્યાં?

26થી 29 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની(Gujarat Weather) શક્યતા ઓછી રહેશે.

ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના(Gujarat Weather) અનેક જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહી શકે છે. નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

અમદાવાદથી સુરત સુધી કેવું રહેશે હવામાન?

અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા છે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહી શકે છે.

રાજકોટમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઈ શકે છે અને તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

સુરતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે વડોદરામાં તાપમાન 36 ડિગ્રી સુધી રહી શકે છે. બંને શહેરોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની(Gujarat Weather) સંભાવના છે.


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 93 તાલુકામાં વરસાદ; મહુવામાં 4 ઇંચથી વધુ ખાબક્યો

આ પણ વાંચો:ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી